Home /News /jamnagar /Jamnagar: હાલારમાં વન વિભાગની ટીમો શા માટે ખૂંદી રહી છે ડુંગર વિસ્તાર, જાણો વિગત

Jamnagar: હાલારમાં વન વિભાગની ટીમો શા માટે ખૂંદી રહી છે ડુંગર વિસ્તાર, જાણો વિગત

હાલારમાં વન વિભાગની ટીમો શા માટે ખૂંદી રહી છે ડુંગર વિસ્તાર

મહત્વનું છે કે વર્ષ 2019 માં ગીધની સંખ્યા આશરે 700 જેટલી હોવાના આંકડા સામે આવ્યા હતા.2012માં થયેલી ગણતરીમાંસફેદ પૂંછવાળા ગીધની સંખ્યા 577 હતી અને લાંબી ચાંચવાળા ગીધની સંખ્યા 361 નોંધાઈ હતી.

    Kishor chudasama,Jamnagar : દિવસેને દિવસે લુપ્ત થતા ગીધ પક્ષીની સરકાર દ્વારા દર બે વર્ષે ગણતરી કરવામાંઆવે છે. કુદરતના સફાઇ કામદાર ગણાતા ગીધ પક્ષીઓની સંખ્યા સતત ઘટી રહી છે જે ચિંતાનો વિષય છે. જેનું મુખ્ય કારણ એગ્રીકલ્ચરમાં વધતા પેસ્ટ્રીસાઇડ છે. ત્યારે ગીધ ગણતરીના ભાગરૂપે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગીધગણતરી હાથ ધરવામાં આવી રહી છે.


    જામનગર જિલ્લામા બે દિવસ માટે ગીધ પક્ષીની વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગીધની ગણતરી અને કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં 25 થી વધુ વન વિભાગના કર્મચારીઓ અનેઅધિકારીઓ તેમજ પક્ષીવિદો જિલ્લામાં નિરીક્ષણ હાથ ધરશે. આ દરમિયાન એનજીઓના સહયોગથી બરડા ડુંગર સહિતનાઅનેક સ્થળોમાં શોધ હાથ ધરવામાં આવી રહી છે. તેમ વન વિભાગના આરએફઓ અને ગીધ ગણતરી ટીમના મુખ્ય કે.કે. પિંડારિયાએ જણાવ્યું હતું.

    મહત્વનું છે કે વર્ષ 2019 માં ગીધની સંખ્યા આશરે 700 જેટલી હોવાના આંકડા સામે આવ્યા હતા.2012માં થયેલી ગણતરીમાંસફેદ પૂંછવાળા ગીધની સંખ્યા 577 હતી અને લાંબી ચાંચવાળા ગીધની સંખ્યા 361 નોંધાઈ હતી. આમ ગુજરાતમાં કુલ ગીધનીસંખ્યા 938 હોવાનું રેકોર્ડ પર નોંધવામાં આવ્યું હતું.વધુમાં 2018ના વર્ષમાં ગીધની સંખ્યામાં 43 ટકા જેટલો મોટો ઘટાડોનોંધાયો હતો. રાજ્યમાં 2016ની ગણતરી પછી 999 ગીધ જોવા મળ્યા હતા જ્યારે 2018ની ગણતરી પ્રમાણે રાજ્યમાં 820 ગીધ હોવાનું જણાયું છે, આ આંકડો ચોંકાવનારો છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં ગીધની વધુ સંખ્યા સુરેન્દ્રનગર અને ગીરનારઆસપાસ જ જોવા મળે છે.
    First published:

    Tags: Local 18, જામનગર

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો