Home /News /jamnagar /Jamnagar: ઘઉંના ભાવમાં 25 ટકાનો વધારો થયો, શું હજુ ઘઉંનાં ભાવ વધી શકે?

Jamnagar: ઘઉંના ભાવમાં 25 ટકાનો વધારો થયો, શું હજુ ઘઉંનાં ભાવ વધી શકે?

X
ચાલુ

ચાલુ વર્ષે કમોસમી વરસાદનાં કારણે ઘઉંનાં પાકને વ્યાપક નુકસાન થયું છે. તેમજ ચાલુ વર્ષે ઘઉંના ભાવમાં વધારો થયો છે. ખેડૂતોને પણ સારા ભાવ મળી રહ્યાં છે. તેમજ બજારમાં લોકોને મોંઘા ઘઉં ખરીદવા પડી રહ્યાં છે.

ચાલુ વર્ષે કમોસમી વરસાદનાં કારણે ઘઉંનાં પાકને વ્યાપક નુકસાન થયું છે. તેમજ ચાલુ વર્ષે ઘઉંના ભાવમાં વધારો થયો છે. ખેડૂતોને પણ સારા ભાવ મળી રહ્યાં છે. તેમજ બજારમાં લોકોને મોંઘા ઘઉં ખરીદવા પડી રહ્યાં છે.

    Kishor chudasama, Jamnagar: જામનગર સહિત રાજ્યભરમાં માવઠા પર માવઠું ત્રાટકતું હોય તેવી હાલત જેવા મળી રહી છે. જેને પગલે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ઉનાળાની ગરમી વચ્ચે કમોસમી વરસાદ આવતા ઉનાળા, ચોમાસાની મિશ્ર ઋતુ જેવું વાતાવરણ ઉભું થયું છે. જેનો જગતના તાતને સૌથી વધુ માર ભોગવવાનો વારો આવ્યો છે. કારણે માવઠાને પગલે ખેતી પાકમાં મોટી નુકસાની આવી છે. તેમાં પણ ખાસ ઘઉંના પાકમાં નુકસાની આવી છે. પરિણામે ઘઉંના ભાવ આસમાને આંબી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ ભાવમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. એટલું જ નહીં હજુ પણ ભાવમાં ઉછાળો આવે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.



    ખરીદીમાં કાપ મુકતા લોકો
    સૌરાષ્ટ્ર કાઠિયાવાડ પ્રદેશમાં જીરું, ઘઉ, ઘાણા, ચણાના પાકને કમોસમી વરસાદથી નુકસાન થયું છે. લાલપુરના ભણગોર, બબરઝર, આરબલૂસ સહિતના ગામોના ઘઉંના પાકનો રીતસરનો સોથ વળી ગયો હતો. પાકને હાલ ખાસ્સુ એવુ નુકસાન થયું છે, જેથી હવે ગુણવત્તાવાળા માલની હાલ તંગી હોવાથી બજારમા હવે ઉંચા ભાવે વેંચાઈ રહ્યા છે. જામનગરમાં ઘઉં ભરવાની સિઝન વચ્ચે જ ઘઉંના ભાવમાં ભડકો હોવાથી લોકો પણ ખરીદીમાં કામ મુકી રહ્યા છે.



    ગત વર્ષની સરખામણીએ ભાવમાં 25 ટકાનો વધારો
    ગત વર્ષની સરખામણીએ જામનગરની બજારમાં સામાન્ય ઘઉં 480 રૂપિયાથી 525 રૂપિયામાં મણ વેંચતા હતા. તે હવે 520 થી 560 રૂપિયામાં વેંચાઈ રહ્યા છે. જ્યારે મધ્યમ ગુણવત્તાના ઘઉં ગત વર્ષે 540 રૂપિયાથી 580 રૂપિયામાં વેંચાતા હતા. તે હવે 600 રૂપિયાથી 650 રૂપિયામાં વેંચાઈ રહ્યા છે. ઉપરાંત ક્વોલિટીવાળા ઘઉં આગાઉ 650 રૂપિયાથી 700 રૂપિયામાં મળતા હતા. તે 850 સુધી પહોંચી ગયા છે. બીજી તરફ ખેડૂતોને યાર્ડમાં 450 થી 600 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે. જેની પ્રોસેસ બાદ ઘઉ 600 થી 850 રૂપિયા મણ દીઠ વેંચાઈ રહ્યા છે. હજુ પણ આ ભાવ વધારો આવવાની ભીતિ હોવાથી સામાન્ય માણસની જીવન સાયકલમાં અનેક વિઘ્નો આવે તેવી હાલત ઉભી થઇ છે.
    First published:

    Tags: Jamnagar News, Local 18

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો