Home /News /jamnagar /Jamnagar: જામનગરમાં છત્રી અને રેનકોટના શું છે ભાવ, કેટલો થયો ભાવ વધારો ?

Jamnagar: જામનગરમાં છત્રી અને રેનકોટના શું છે ભાવ, કેટલો થયો ભાવ વધારો ?

રેનકોટ

રેનકોટ અને છત્રી મુંબઈ, કલકત્તા અને દિલ્હીથી આવે છે

ચોમાસુ આવતા જ રેનકોટ (Raincoat), છત્રી (Umbrella) ની માંગ વધશે. બીજી બાજુ આ વર્ષે શાળા કોલેજ ઑફલાઈન ચાલુ થતા રેનકોટ અમે છત્રીની ડિમાન્ડ વધશે તેવી વેપારીઓ (Traders) એ આશા વ્યક્ત કરી છે.

    Sanjay Vaghela, Jamnagar: ગુજરાતમાં ચોમાસુ (Monsoon in Jamnagar) હવે શરુ થઇ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાત બાદ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છ (Saurashtra-Kutch) માં ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં તો કોરોના (Corona epidemic) ને કારણે લોકો ચોમાસાનો આનંદ લઇ શક્ય ન હતા પરંતુ આ વર્ષે લોકો મન ભરીને ચોમાસાનો આનંદ લેવા માટે તૈયાર છે.

    ચોમાસુ આવતા જ રેનકોટ (Raincoat), છત્રી (Umbrella) ની માંગ વધશે. બીજી બાજુ આ વર્ષે શાળા કોલેજ ઑફલાઈન ચાલુ થતા રેનકોટ અમે છત્રીની ડિમાન્ડ વધશે તેવી વેપારીઓ (Traders) એ આશા વ્યક્ત કરી છે. જો કે આ બજારમાં પણ મોંઘવારીનું ગ્રહણ લાગ્યું હોયતેવું વેપારીઓનું કહેવું છે. જામનગરમાં રેનકોટ અને છત્રીમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. આ ભાવ વધારા પાછળનું કારણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો હોવાનું જણાવી રહ્યા છે.

    જામનગર વેપારી એસોસિએસનના પ્રમુખ અને નાગોરી સીઝન સ્ટોરના માલિક મુન્નાભાઈ નાગોરીએ News 18 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જામનગરના લોકો ચોમાસાની સીઝન જામે તેની રાહ જોઈ રહ્યા છે. હાલ એક-બે ગ્રાહકો આવી રહ્યા છે.પરંતુ ચોમાસુ બેસી ગયાં બાદ છત્રી અને રેનકોટની ખરીદી કરવા ઉમટી પડશે. બીજી બાજુ કોરોના હળવો થતા આ વર્ષે શાળા કોલેજમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરુ થયું છે, એવામાં ભારે ઘરાકી નીકળવાની આશા છે. જો કે આ વર્ષે મોંઘવારી પ્રમાણે બે વર્ષ પહેલા કરતા 20થી 25 ટકા વધુ પૈસા ખર્ચ કરવા પડશે.

    વેપારી મુન્નાભાઈનું કહેવું છે કે આ વર્ષે ભાવ વધારા પાછળનું કારણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વાધારો અને પ્લાસ્ટિકના ભાવમાં વધારો હોવાનું જણાઈ રહ્યું છે. બીજી બાજુ છત્રી અને રેનકોટની વેરાઈટી અન્ય રાજ્ય માંથી આયાત કરવી પડી રહી છે, જ્યાં ઉત્પાદન ઓછું થયું છે અને ડિમાન્ડ વધી રહી છે. બીજી બાજુ રેનકોટ છત્રી અને તાલપત્રીના રો મટીરીયલ પણ મોંઘુ થયું છે. આ વર્ષે બાળકો અને મહિલાઓ માટેના બજારમાં રેનકોટમાં અનેક ડિઝાઇન નવી આવી છે. ખાસ કરીને બાળકોના રેનકોટમાં વધુ વેરાઈટી જોવા મળી રહી છે.

    આ પણ વાંચો: જામનગર RTO માં થઇ અધધ આવક, 0002 નંબર માટે એક વ્યક્તિએ હજારો ખર્ચ્યા

    અત્રે ઉલ્લેખનીય છે જામનગર સુધી પહોંચતા રેનકોટ અને છત્રી મુંબઈ, કલકત્તા અને દિલ્હીથી આવે છે. વાત કરીએ હાલમાં જામનગરમાં બજારની તો ગયા વર્ષે જે તાલપત્રીનો ભાવ 160 રૂપિયા કિલો હતો તે જ તાલપત્રી આ વર્ષે 180-90માં વેચાઈ રહ્યો છે. તેવી જ રીતે ગત વર્ષે છત્રીનો ભાવ 45થી 250 સુધી હતો, જે આ વર્ષે 55 રૂપિયાથી શરુ થઇને 300 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

    વાત કરીએ રેનકોટના ભાવની તો ગત વર્ષે જે રેનકોટનો ભાવ 90થી શરુ થઇને 1000 હતો તેનો જ ભાવ 100થી શરુ થઇને 1500 સુધી પહોંચી ગયો છે. વેપારી મુન્નાભાઈનું કહેવું છે કે આજના યુવાનોમાં છત્રીનો ક્રેઝ ઘટી રહ્યો છે, જેના કારણે રેનકોટની ડિમાન્ડ વધી છે પરંતુ છત્રીની માંગમાં ઘટાડો નોંધાયો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन