Kishor Chudasama, Jamnagar: નડિયાદ ખાતે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં 8 સ્ટેટ માસટર્સ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ યોજાઈ હતી. જેનું ગુજરાત માસ્ટર્સ ખેલકુદ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના નીલમબાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બે ગોલ્ડ મેડલ તથા એક સિલ્વર મેડમ હાંસલ કરી જામનગરનું હિર ઝળકાવ્યું છે.
જાણો નિલમબાની સફળગાથા
જામનગરના નિલમબા ઝાલાની સફળગાથા જરા જુદી છે. તેમણે 3 વર્ષ પહેલા જ એથ્લેટીક્સ અને એયર રાઇફલની પ્રેક્ટિસ શરૂ કરી હતી. જેની પાછળની વાત એમ છે કે નિલમબા ઝાલાનો પુત્ર ઓમદેવસિંહ કલાસીસ જતો હતો. જેથી નીલમબા તેમના પુત્રને કલાસીસે લેવા-મુકવા જતા હતા. આ દરમિયાન તેમને એયર શૂટિંગમાં રુચી જાગી હતી. ત્યારબાદ ખંત અને લગનથી મહેનત કરી અને નિપુણતા મેળવી હતી. આ દરમિયાન ગોવા ખાતે 8 નેશનલ યુથ ગેમ્સ યોજાઈ હતી. જેમાં માતા નિલમબા અને પુત્ર ઓમદેવસિંહ બંનેએ ભાગ લીધો હતો અને શ્રેષ્ઠ પ્રદર્શન થકી બને માતા પુત્રએ ગોલ્ડ મેડલ મેળવી જામનગર અને સમગ્ર રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું હતું.
એક સિલ્વર અને બે ગોલ્ડ મેડલ મેળવ્યા
નિલમબાએ જણાવ્યું કે એથ્લેટીક્સમાં તો તેઓને પહેલેથી જ શોખ હતો. ત્યારબાદ તેમના પતિના સહકારથી 1st ઇન્ડિયા માસ્ટર નેશનલમાં ડિસ્ક થ્રો માં ૩rd મેળવ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં નડિયાદ યોજાયેલ 8 માં માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં નીલમબાએ ડિસ્ક થ્રોમાં સિલ્વર મેડલ અને હેમર થ્રોમાં ગોલ્ડ મેડલ તેમજ ત્રિપલ જંપમાં પણ યશસ્વી જહેમત ઉઠાવી ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો.