Home /News /jamnagar /Jamnagar: એક એવુ ગામ કે જ્યાં કુવામાં રોટલો પધરાવીને નક્કી કરવામાં છે વરસાદનો 'વરતારો'

Jamnagar: એક એવુ ગામ કે જ્યાં કુવામાં રોટલો પધરાવીને નક્કી કરવામાં છે વરસાદનો 'વરતારો'

ત્રણ સમાજના લોકો કરે છે તૈયારી

આજે પણ ખેડૂતો હોળીની ઝાળના આધારે ચોમાસુ કેવું રહેશે તેની આગાહી કરે છે. જો કે જામનગર જિલ્લાનું એક એવુ ગામ છે જ્યાં વરસાદની આગાહી (Rainfall forecast) કરવા માટે અનોખી પરંપરા છે. આ વર્ષો જૂની પરંપરા (Tradition) માં આખું ગામ જોડાય છે

    Sanjay Vaghela, Jamnagar: આજે તમામ ક્ષેત્રમાં ટેક્નોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે. ટેક્નોલોજીના ઉપયોગથી મનુષ્યોનું જીવન (Life of human beings) સરળ બની ગયું છે. ખાસ કરીને હવામાન વિભાગમાં હવે ઉપગ્રહની મદદથી મૌસમ પર નજર રાખવામાં આવે છે. શિયાળો હોયકે ઉનાળો કે પછી ચોમાસુ. ત્રણેય સીઝનમાં હવામાન વિભાગ ટેક્નોલોજીની મદદથી પળેપળની આગાહી કરે છે. ભારત (India) જેવા કૃષિ પ્રધાન દેશમાં સૌથી વધુ નજર ચોમાસા (Monsoon) માં વરસાદ પર રાખવામાં આવે છે. ચોમાસુ સારુ જાય તો અર્થતંત્ર પર તેની અસર જોવા મળે છે. જો કે ટેક્નોલોજીનો વિકાસ છેલ્લા કેટલાક વર્ષોમાં થયો, પરંતુ જયારે ટેક્નોલોજી ન હતી ત્યારે લોકો કોઠાસૂઝથી હવામાનની કે વરસાદની આગાહી કરતા, આ આગાહીને ગુજરાતી ભાષામાં વરતારો કહેવામાં આવે છે. આજે પણ ખેડૂતો હોળીની ઝાળના આધારે ચોમાસુ કેવું રહેશે તેની આગાહી કરે છે. જો કે જામનગર જિલ્લાનું એક એવુ ગામ છે જ્યાં વરસાદની આગાહી (Rainfall forecast) કરવા માટે અનોખી પરંપરા છે. આ વર્ષો જૂની પરંપરા (Tradition) માં આખું ગામ જોડાય છે અને ધામધૂમ પૂર્વક આ પરંપરા નિભાવવામાં આવે છે.

    શું છે આ વર્ષો જૂની પરંપરા?

    જામનગરથી અંદાજે 18 કિલોમીટર દૂર આમરા ગામ (Amra Village in Jamnagar) આવેલું છે. આ ગામના લોકો દર વર્ષે અષાઢ મહિનામાં પ્રથમ સોમવારે ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે. કારણ કે અહીં ગામના તમામ લોકો એકત્રિત થઇને ગામમા જ આવેલા વેરાઈ માતાજીની ઢોલ નગારા સાથે પુજા કરે છે. પુજા કર્યા બાદ એક ખાસ પ્રકારના રિવાજની તૈયારી શરુ થાય છે. આ રિવાજ છે ગામમા આવેલા ભમ્મરીયા કુવામાં રોટલો પધરાવી ચોમાસામાં કેવો વરસાદ પડશે તેનો અંદાજ લગાવવામાં આવે છે.

    ત્રણ સમાજના લોકો કરે છે તૈયારી

    ભમ્મરીયા કુવામાં રોટલો પધરાવવા માટે ગામના લોકો ઢોલ વગાડતાં વગાડતાં એકત્રિત થાય છે. ત્યારબાદ ગામમા રહેતા સતવારા, ક્ષત્રિય અને વાણંદ એમ ત્રણ સમાજના લોકો સાથે મળીને કરે છે. જેમાં સૌપ્રથમ સતવારા સમાજના કોઈ એક વ્યક્તિના ઘરે બાજરાના રોટલા બનાવવામાં આવે છે. ત્યારબાદ ગામના વાણંદ સમાજના એક વ્યક્તિ હાથમાં આ રોટલો લઈને મંદિર સુધી લઇ જાય છે. આ રોટલા ભમ્મરીયા કુવા પાસે સતી માતાજીનું મંદિર આવેલું છે જ્યાં પહેલા પુજા કરવામાં આવે છે. ત્યાર બાદ ગામના ક્ષત્રિય વ્યક્તિના હાથથી ભમ્મરીયા કુવામાં રોટલા પધરાવવામાં આવે છે.

    આ વર્ષે કેવો વરસાદ પડશે?

    ભમ્મરીયા કુવામાં રોટલા પધરાવવાની આ પરંપરા વર્ષો જૂની છે, કુવામાં રોટલો પધરાવ્યા બાદ રોટલો કુવામાં રહેલા પાણીમાં કઈ દિશામાં જાય છે તે જોવામાં આવે છે. આ વર્ષે રોટલો કુંવામાં પહેલા વચ્ચે પડ્યો હતો, ત્યારબાદ ઈશાન ખૂણા તરફ ગયો હતો, ગામના લોકોનું કહેવું છે કે આ એક શુભ સંકેત છે, રોટલાની દિશા સૂચન કરે છે કે આ વર્ષે વરસાદ ખુબ જ સારો પડશે. ખેડૂતોને પાકમાં સારી આવક પણ થશે. ગામના વડીલોએ જણાવ્યું કે જો પૂર્વ અને ઈસાન દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળ પાડવાનો વરતારો હોયછે.

    આ પરંપરા પાછળ શું છે લોકવાયકા?

    આપણી દરેક પરંપરા પાછળ કોઈના કોઈ લોકવાયકા જરૂર હોયછે. આમરા ગામમાં વર્ષોથી ચાલી આવતી ભમ્મરીયા કુવામાં રોટલા પધરાવવાની આ પરંપરા પાછળ પણ એક લોકવાયકા છે. આ અંગે ગામલોકોએ જણાવ્યું કે એક વખત ખેતરે ભાત લઈને જતી મહિલાના હાથમાંથી રોટલા ઝૂંટવી લેવામાં આવ્યો હતો, ત્યારબાદ ગામ ઉપર આફત આવી હતી. જે તે સમયે આ કૂવામાં રોટલા પધરાવ્યા બાદ આફત ટળી હતી. ત્યારથી આ રસમ અપનાવાતી હોવાનું ગ્રામજનો કહે છે.
    First published:

    विज्ञापन
    विज्ञापन