Home /News /jamnagar /Jamnagar: વીડિઓમાં જુઓ કેવી રીતે થઇ યોગ દિવસની ઉજવણી, કલેકટર અને પોલીસ વડાએ કર્યા યોગાસન

Jamnagar: વીડિઓમાં જુઓ કેવી રીતે થઇ યોગ દિવસની ઉજવણી, કલેકટર અને પોલીસ વડાએ કર્યા યોગાસન

કલેકટર

કલેકટર અને પોલીસ વડાએ કર્યા યોગાસન

આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વમાં અનેક સ્થળોએ લોકો વહેલી સવારથી જ યોગ કરતા નજરે પડ્યા હતા, ખાસ કરીને ભારતમાં યોગનું ખુબ જ મહત્વ રહેલુ છે. ભારતે જ સમગ્ર વિશ્વને યોગ કરતા શીખવ્યું છે.

    Sanjay Vaghela, Jamnagar: આજે સમગ્ર વિશ્વમાં યોગ દિવસ (International Yoga Day 2022) ની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વમાં અનેક સ્થળોએ લોકો વહેલી સવારથી જ યોગ કરતા નજરે પડ્યા હતા, ખાસ કરીને ભારત (India) માં યોગનું ખુબ જ મહત્વ રહેલુ છે. ભારતે જ સમગ્ર વિશ્વને યોગ કરતા શીખવ્યું છે. યોગથી મનસિક અને શારીરિક ફાયદો થાય છે. ત્યારે જામનગર (Jamnagar) માં ક્રિકેટ બંગલો ખાતે જિલ્લા કક્ષાના 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

    જામનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ 4 લાખથી વધુ લોકો ભેગા મળીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. તો જામનગરમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તો જામનગર કલેકટર, પોલીસ કમિશ્નર સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યોગ પણ કર્યા હતા.


    ઉલ્લેખનીય છે કે 2015 થી દર વર્ષે 21મી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે એટલે કે વર્ષ 2022માં યોગ દિવસની ટેગ લાઈન માનવતા માટે યોગ રાખવામાં આવી છે.

    8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની દેશભરના ઐતિહાસિક 75 સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ક્રિકેટ બંગલો ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં આમંત્રિત મહાનુભાવો, અધિકારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં જામનગરવાસીઓએ યોગાસન કર્યા હતા.

    તો રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને વિશ્વ સ્તરે ઓળખ મળી છે. અને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

    75માં આઝાદી કા અમૃત મહોત્સવનાં ભાગરૂપે રાજ્યભરમાં 75 ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. યોગ કરવાથી શરીર અને મન તંદુરસ્ત બને છે. આપણે સૌએ દિનચર્યાની શરૂઆત યોગથી જ કરવી જોઈએ. કારણકે પહેલું સુખ તે જાતે નર્યા. યોગ સૌ ભારતીયોને સાથે જોડતી પ્રાચીન પરંપરા છે.

    આ પણ વાંચો: પોલીસ વડાએ યોગ કરી International Yoga Day 2022 ની ઉજવણી કરી
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકનાં મૈસુરથી દેશવાસીઓને સંબોધન કરી યોગ દિવસની શુભકામનાઓ પાઠવી યોગનું મહત્વ સમજાવ્યું હતું. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદના સાબરમતી રિવફ્રન્ટ ખાતે ઉજવવામાં આવ્યો હતો.

    પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા અપાયેલી એક અમૂલ્ય ભેટ એવું યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જામનગરવાસીઓએ યોગ કર્યા હતા.

    અને વાતાવરણમાં તાજગી પ્રસરી હતી. બાદમાં સૌએ કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાયુ હતું. જીલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા, શાળા, કોલેજો, બાગ - બગીચાઓ તેમજ સરકારી કચેરીઓ અને સ્થાનિક સંસ્થાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જિલ્લાના અંદાજે 4 લાખ જેટલા લોકોએ સહભાગી બની યોગ કર્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, World yoga day, Yoga day programme, જામનગર

    विज्ञापन
    विज्ञापन