Home /News /jamnagar /Jamnagar: વારંવાર ખાવાનું મન થાય એવા 'મારાજના' ઘૂઘરા, જુઓ Video

Jamnagar: વારંવાર ખાવાનું મન થાય એવા 'મારાજના' ઘૂઘરા, જુઓ Video

જામનગરના

જામનગરના ફેમસ મારાજના ઘૂઘરા

રાજકોટમાં ગાંઠિયા જલેબીનો નાસ્તો પ્રખ્યાત છે, તેવી જ રીતે જામનગરમાં લોકો નાસ્તામાં ઘૂઘરા ખાવાનું પસંદ કરે છે. જામનગરમાં આમતો અનેક સ્થળે ઘૂઘરા મળી રહેશે

    Sanjay Vaghela, Jamnagar: જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જામનગરમાં અનેક પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો ઉદ્યોગો પણ એટલાજ છે, આથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોઈ છે. જામનગરમાં ફરવાલાયક અનેક સ્થળો આવેલા છે જેમાં ભુજીઓ કોઠો, લાખોટા તળાવ, પૌરાણિક મંદિરો અને ખીજડીયા પક્ષી અભ્યારણ્ય. જામનગર આવતા પ્રવાસીઓને ભોજન અને નાસ્તા માટે પણ અનેક વેરાઈટી અહીં ઉપલબ્ધ છે. જામનગરનું નામ સાંભળતા જ સૌથી પેળા ઘૂઘરા યાદ આવે. આજે અમે તમને જામનગરમાં ખુબ જ ફેસ મારાજના ઘૂઘરા વિશે વાત કરીશું. જામનગરમાં મારાજના ઘૂઘરા કયાં આવેલા છે અને તેની શું ખાસિયત છે તેના વિશે વાત કરીશું.

    દરરોજ 1200થી વધુ ઘૂઘરા વેંચે છે

    જેમ રાજકોટમાં ગાંઠિયા જલેબીનો નાસ્તો પ્રખ્યાત છે, તેવી જ રીતે જામનગરમાં લોકો નાસ્તામાં ઘૂઘરા ખાવાનું પસંદ કરે છે. જામનગરમાં આમતો અનેક સ્થળે ઘૂઘરા મળી રહેશે પરંતુ સૌથી વધુ વેંચતા અને સૌથી વધુ ફેમસ મારાજના ઘૂઘરા છે. એક નાની લારી લઈને ઉભા રહેતા કેતનભાઈ મારાજના ઘૂઘરા વેંચે છે. સવારથી લઈને સાંજ સુધી ઘૂઘરા ખાવા આવતા ગ્રાહકોની આ લારી પર ભારે ભીડ જોવા મળશે જ. અહીં એક પ્લેટમાં ત્રણ સમોસા આપવામાં આવે છે જેના 30 રૂપિયા છે.

    આ પણ વાંચો:  ફોર વ્હીલ નવી સીરીઝે RTOની તિજોરી છલકાવી, 0001 નંબર માટે એક વ્યક્તિએ 5,11,000 ખર્ચ કર્યા

    શું ખાસિયત છે મારાજના ઘૂઘરાની?

    જામનગરમાં અનેક લોકોના ઘૂઘરા ફેમસ છે, જેમ કે બાબુભાઈના ઘૂઘરા, દિલીપભાઈના ઘૂઘરા, આ ટોચના ઘૂઘરાવાળામાં મારાજના ઘૂઘરાનો પણ સમાવેશ થાય છે. મારાજના ઘૂઘરા ફેમસ હોવાનું પાછળ મારાજ ઘૂઘરાના માલિક કેતનભાઈનું કહેવું છે કે અહીં સિંગ, સેવ, બટેકાની ભાજી અને ગરમાગરમ ઘૂઘરા પીરસવામાં આવે છે. એટલું જ નહીં આ ઘૂઘરામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે ત્રણ પ્રકારની ચટણી, તીખી, મીઠી, અને એક ગ્રીન ચટણી. મારાજ ઘૂઘરાવાળાને ત્યાં અનેક એવા ગ્રાહકો છે જેઓ છેલ્લા અનેક વર્ષથી દિવસમાં એક વખતતો ઘૂઘરા ખાવા આવે જ છે. તો ગ્રાહકોનું પણ કહેવું છે કે એક વખત અહીં ઘૂઘરા ખાવ એટલે વારંવાર ખાવાનું મન થાય છે.

    કયાં આવેલા છે મારાજના ઘૂઘરા?

    જામનગરમાં લખોટા લેકના ગેટ નંબર 1ની સામે નાની લારીમાં મારાજના ઘૂઘરા મળી રહ્યા છે. આ લારી પર ઘૂઘરા ખાતા લોકોની ભીડ જોઈને જ તમને અણદેશો આવી જશે કે આ જ છે જામનગરના ફેમસ મારાજના ઘૂઘરા. અહીં સવારે 9 વાગ્યાંથી લઈને સાંજના 8 વાગ્યાં સુધી ગરમાગરમ ઘૂઘરા અને પકોળા મળે છે.

    મારાજ ઘૂઘરાની ગૂગલ મેપની લિંક:

    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Famous Food, Fast food, Jamnagar News, જામનગર સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन