Kishor chudasama, Jamnagar: જામનગર જિલ્લો આમ તો પોતાના અનેક પ્રવાસન સ્થળો, ખાણી પીણી અને બ્રાસ ઉદ્યોગ માટે જાણીતો છે, પરંતુ આ બધાની સાથે બાંધણી સાડી માટે પણ જગવિખ્યાત છે. સાડી પર હાથથી સુંદર બંધેજ કામ જામનગર સિવાય ક્યાય જોવા નહીં મળે. આ બંધેજ કામ કરેલી સાડીની ડિમાન્ડ દુનિયાભરમા છે. એટલું જ નહીં તેની કિંમત પણ તેના આર્ટ વર્ક પ્રમાણે હોઈ છે.
લગ્નસરાની સિઝન ધોમ ઘરાકી
હાલ લગ્નગાળાની સિઝન ચાલતી હોવાથી બાંધણીની મોટી માંગ છે. કોરોના બાદ હાલ લગ્નસરાની સિઝન ધોમ ખુલતા લોકો ખરીદી અર્થે આવી રહ્યા છે. જેથી વેપારીઓમાં પણ ખુશી હોવા મળી રહી છે. ત્યારે બાંધણી સાડી પટોળાની દુનિયામાં જામનગરમાં મહાવીર બાંધણીનું નામ મોખરે છે.
600થી માંડી 80 હજાર સુધીની સાડીનો ખજાનો
જામનગરમાં આવેલ મહાવીર બાંધણીના વિમલભાઈ પ્રતાપરાય શાહે જણાવ્યું કે તેઓ પેઢી દર પેઢી બાંધણીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. જે 115 વર્ષથી વ્યવસાય કરતા તે ચોથી પેઢીએ દુકાન સંભાળે છે. જ્યારે પાંચમી પેઢી પણ આ માટે તૈયાર હોવાનું ઉમેર્યું હતુ. તેમણે જણાવ્યું કે તેઓ બાંધણીની બનાવે છે અને અમુક વસ્તુઓનું આઉતસોર્સથી કામ કરાવી વેચાણ કરી રહ્યા છે.આ સાડી માટે જામનગર જિલ્લો વર્ષોથી પ્રખ્યાત હોવાથી હાલ લગ્નગાળોમાં લોકો ખરીદી અર્થે આવી રહ્યા છે. ત્યારે અમારે ત્યાં 600 રૂપિયાથી માંડી 100-100 રૂપિયાના ફેરમાં 80 હજાર સુધીની વેરાયટી ઉપલબ્ધ છે.