Home /News /jamnagar /Jamnagar News: ફરી માવઠું? અચાનક જામનગરના વાતાવરણમાં આવ્યો પલટો
Jamnagar News: ફરી માવઠું? અચાનક જામનગરના વાતાવરણમાં આવ્યો પલટો
ફરી માવઠું ? અચાનક જામનગરના વાતાવરણમાં આવ્યો પલટો
Jamnagar Weather Forecast: ભર શિયાળે (Winter)એક-બે નહીં પરંતુ ત્રણ ત્રણ કમોસમી વરસાદને કારણે પાકનો સત્યાનાશ થઇ ગયો છે. ચોમાસુ પાક (Corp)હજુ તો યાર્ડે માંડ પહોંચ્યા કે વરસાદ ખાબક્યો, હવે ખેતરોમાં રવિ પાક લહેરાઇ રહ્યાં છે તેના પર પણ કોઇની નજર લાગી ગઇ અને એક પછી એક માવઠા આવી રહ્યાં છે. (Western disturbance) વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે ગુજરાત(Gujarat)માં ફરી વરસાદ(Rain)ની આગાહી હવામાન વિભાગે કરી છે.
જામનગરઃ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો પર મુસીબતો પહાડ તૂટી રહ્યો છે. પહેલા તો ચોમાસા (Monsoon)માં અતિવૃષ્ટી અને હવે ભર શિયાળે (Winter)એક-બે નહીં પરંતુ ત્રણ ત્રણ કમોસમી વરસાદને કારણે પાકનો સત્યાનાશ થઇ ગયો છે. ચોમાસુ પાક (Corp)હજુ તો યાર્ડે માંડ પહોંચ્યા કે વરસાદ ખાબક્યો, હવે ખેતરોમાં રવિ પાક લહેરાઇ રહ્યાં છે તેના પર પણ કોઇની નજર લાગી ગઇ અને એક પછી એક માવઠા આવી રહ્યાં છે. (Western disturbance) વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે ગુજરાત(Gujarat)માં ફરી વરસાદ(Rain)ની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી એક-બે દિવસ સુધી વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. જામનગર (Jamnagar)માં શુક્રવારે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ અને ઠંડી તો એકદમ ગાયબ જ થઇ ગઇ છે.
આજનું હવામાન- ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે શુક્રવારે જામનગરના હવામાનમાં મોટો ફેરફાર નોંધાયો હતો. આજે લઘુતમ તાપમાન 18 ડિગ્રી રહેશે, જ્યારે મહત્તમ 28 ડિગ્રી રહેશે. આ સિવાય કાળા ડિબાંગ વાદળોને કારણે હવામાં ભેજનું પ્રમાણ 94 ટકા જેટલું રહેશે. તો સુસવાટા નાખતો પવન પણ ફૂંકાશે જેની ગતિ 8.3 કિમી પ્રતિ કલાકની રહેશે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના- ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે ખેડૂતો તો ચિંતામાં છે જ સાથે સાથે કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાખેડૂ પણ ચિંતામાં છે. કારણ કે આગામી પાંચ દિવસ સુધી દરિયાકાંઠે 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે જેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે. ખાસ કરીને જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરના માછીમારો માટે આ ખાસ સૂચના આપવામાં આવી છે.
વરસાદથી રવિ પાકને નુકશાન- પ્રાપ્ત વિગત પ્રમાણે અચાનક કમોસમી વરસાદને કારણે સૌથી વધુ અસર રવિ પાકને થવાનો અંદાજ છે. ખેતરમાં હાલ ચણા, જીરુ કપાસ સહિતના પાક છે, આ વરસાદને કારણે આ પાકને વધુ નુકશાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ઉલ્લેખનીય છે કે શિયાળામાં જેનું વાવેતર કરવામાં આવે છે અને વસંત ઋતુમાં લણણી થાય છે, તેવા પાકોને રવિ પાક કહેવામાં આવે છે જેમાં ઘઉં, બાજરી, વટાણા, ચણા અને રાઈનો સમાવેશ થાય છે. ઉત્તર તથા ઉત્તર-પૂર્વ ભારતમાં જેમ કે પંજાબ અને કાશ્મીર તથા પાકિસ્તાનના સિંધ પ્રદેશો ઘઉં તથા રવિ પાકના ઉત્પાદન માટે જાણીતા છે. મકાઈ, રજકો, જીરું, ધાણા, મેથી, ડુંગળી, ટામેટા, વરિયાળી, બટાટા, ઇસબગુલ, ઓટ પણ રવિ પાકો છે.