Kishor chudasama jamnagar: જામનગર તાલુકાના મસિતિયા ગામે આવેલ હિન્દૂ, મુસ્લિમ સમાજના એકતાના પ્રતીક સમાન હઝરત પીર કમરૂદીન શાહ બાબાની દરગાહ ખાતે 6 માર્ચથી 8 માર્ચ દરમિયાન ઉર્ષ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન 6 માર્ચના રોજ તકરીર, 7 માર્ચના સાંજે 4 વાગ્યે સંદલ અને રાત્રે 10 વાગ્યા દરમિયાન કવ્વાલ જુનેદ સુલ્તાન તથા છોટી રૂકશાનાની કવ્વાલીનો કાર્યક્રમ થતા 8 માર્ચના રોજ બપોરે 3 વાગ્યે અશ્વ રેશનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત સુન્ની સુમરા મુસ્લિમ જમાત મસિતીયા દ્વારા આયોજન કરાયું હતું.
28 થી 30 જેટલા ઘોડેસવારો વચ્ચે રેસ
જામનગરના મસીતીયામાં હજરત કમરૂદ્દીન શાહ બાબાનો આશરે 125 વર્ષથી ઉર્ષ મુબારક ઉજવાય છે. જેમાં અશ્વ રેસએ આકર્ષણનું કેન્દ્ર બને છે. જેમાં આજુબાજુના ઘોડેસવારો જાતવાન ઘોડાઓ સાથે ઉમટી પડે છે અને માત્ર પાઘડી માટે જીતની લડાઈ લડે છે. આ વખતે 28 થી 30 જેટલા ઘોડેસવારો વચ્ચે રેસ યોજાઈ હતી. જેમાં અશ્વપ્રેમી કારાભાઈ હમીરભાઈનો પ્રથમ નંબર આવતા આગેવાનો તરફથી તેમને પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઊંટ ગાડાએ પણ લોકોમાં જબરું આકર્ષણ જમાવ્યું હતું. જેમાં ગામના અશ્વ પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મસીતીયા ગામમાં છેલ્લા ઘણા વર્ષથી હઝરત કમરૂદ્દીન શાહ બાબાના ઉર્ષ શરીફની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે જેમાં દાતાઓ દ્વારા ન્યાજ- સરબતનું પણ આયોજન રાખવામાં આવતું હોય છે.