Home /News /jamnagar /Jamnagar News: ઉજજૈનનું આ ગ્રૂપ એવું ડમરું વગાડે કે કૈલાસમાં બેઠા હોય એવો અનુભવ થશે: VIDEO

Jamnagar News: ઉજજૈનનું આ ગ્રૂપ એવું ડમરું વગાડે કે કૈલાસમાં બેઠા હોય એવો અનુભવ થશે: VIDEO

X
12

12 સભ્યો દ્વારા ૨૨ કલાકનો લાંબો પ્રવાસ ખેડીને છોટી કાશી પહોંચતા મહાકાલ ગ્રુપે ડમ

ઉજ્જૈન મહાકાલથી શોભાયાત્રામાં આવેલ લક્કી ગુરુના ગ્રુપ દ્વારા ડમરૂવાદન કરવામાં આવ્યું હતું, જબરદસ્ત ડમરુના નાદને પગલે વાતાવરણ શિવમય બન્યું હતું.

Kishor chudasama jamnagar: જામનગરના પંચેશ્વર ટાવર ચોકમાં ભગવા ધ્વજના આરોહણની સાથે મહાકાલ ગ્રુપ દ્વારા ડમરુવાદન કરવામા આવ્યું હતું. જેનો કર્ણ પ્રિય અવાજ સાંભળી સૌ કોઈ મંત્ર મુગ્ધ થયા હતા. આ એજ ગ્રૂપ છે જે ઉજજેન ખાતે મહાકાલેશ્વર ખાતેની શયન આરતીમા પણ ડમરુ બજાવે છે. આ ઉપરાંત ભારતભરમાં આ ગ્રૂપ ડરમું વગાડે છે. ત્યારે આ ગ્રૂપ આજે જામમગર આવી પહોંચ્યુ હતુ.

જેના 12 સભ્યો દ્વારા ૨૨ કલાકનો લાંબો પ્રવાસ ખેડીને છોટી કાશી પહોંચતા મહાકાલ ગ્રુપે ડમરુ વાદનથી શહેરના શિવ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા.ધ્વજ સ્તંભમાં ધ્વજારોહણ કરી પરંપરા જળવાઈ

જામનગર શહેરમાં મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પર્વ તેમજ રામનવમીના પર્વના દિવસે પંચેશ્વર ટાવરના ચોકમાં મધ્યમાં પ્રસ્થાપિત કરાયેલા ધ્વજ સ્તંભમાં ધ્વજારોહણ કરવામાં આવે છે અને આ જ પ્રકારે વિશાળ કદનો ભગવો ધ્વજ તૈયાર કરીને તેનું આરોહણ કરવામાં આવે છે, જે પરંપરા આ વખતે પણ જાળવવામાં આવી હતી, અને ગત રાત્રિના ૧૨.૦૦ વાગ્યાના ધ્વજારોહણ કરાયું હતું.

જબરદસ્ત ડમરુના નાદને પગલે વાતાવરણ શિવમય

આ વેળાએ ઉજ્જૈન મહાકાલથી શોભાયાત્રામાં આવેલ લક્કી ગુરુના ગ્રુપ દ્વારા ડમરૂવાદન કરવામાં આવ્યું હતું, જબરદસ્ત ડમરુના નાદને પગલે વાતાવરણ શિવમય બન્યું હતું. ઉજ્જૈન મહાકાલ આરતી ગ્રુપના મુખ્ય વ્યવસ્થાપક એવા લક્કી ગુરુ ઉપરાંત રીતિક સોલંકી, રાહુલ મારુ, રિતિક જૈન, ભોલા માલવી, ગોકુલ ચૌહાણ, કેશવ પવાર, રાહુલ સરગરા, અમન મારુ, સંતોષ હેરમાં, મનોજ ઠાકુર અને સુરેશ વાઘેલા સહિતના વૃંદ દ્વારા ડમરુવાદન ની સાથે ઝાંઝ- પખાલ અને ઢોલના તાલે જામનગરના પંચેશ્વર ટાવર ચોકમાં મહાકાલની ધૂન વગાડીને સમગ્ર વાતાવરણના ઉર્જા ભરી દીધી હતી.

આ વેળાએ અનેક શિવભક્તો એકત્ર થયા હતા અને હર હર મહાદેવના નારા ગજવ્યા હતા. ઉપરાંત કેટલાક શિવભક્તોએ પોતાના મોબાઈલમાં સેલ્ફી પણ ખેંચી હતી.
First published:

Tags: Local 18, જામનગર