Kishor chudasama, jamnagar: જામનગરમાં એક બાજુ કમોસમી વરસાદની સ્થિતિને લઈને મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા શરીસૃપો પણ જાણે ગેલમાં આવી ગયા હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જામનગરના મધ્ય આવેલા રણમલ તળાવના ગેટ નંબર એકની પાસે નાગ અને નાગણીના પ્રણયક્રીડાનો વિડિયો સામે આવ્યો હતો. ભાગ્યે જ જોવા મળતા આ પ્રણયક્રીડામા મશગુલ નાગ નાગણી મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યા હતા.
વાયુવેગે વીડિયો વાયરલ
જામનગરના રણમલ તળાવ ખાતે દરરોર મોટી સંખ્યામા લોકો વોકિંગ, કસરત અને ટહેલવા માટે જતા હોય છે ત્યારે ગેટ નંબર એક પાસે નાગ નાગણી પ્રેમનો વિડીયો કોઈ નાગરિકે ઉતારી લીધો હતો અને લોકો આ અદભુત દ્રશ્યના સાક્ષી બન્યા હતા. મહત્વનું છે કે રણમલ તળાવ પાસે સતત વાહનોની અવરજવર હોય છે અને લોકોની પણ અહીં મોટી સંખ્યામાં ભીડ હોય છે. છતાં પણ નાગ અને નાગણી અહીં પ્રેમ કરતા દેખાયા હતા.
વનવિભાગે કહ્યું કે..
આ મામલે વન વિભાગના અધિકારી અને પક્ષી પ્રાણી પ્રેમીઓએ જણાવ્યું હતું કે, ગરમીની સિઝન દરમિયાન માવઠાને લઈને વાતાવરણમા ઠંડક પ્રસરતા સરીસૃપ મોટાભાગે સાંજના સમયે બહાર આવતા હોય છે.આ વેળાનો વીડિયો હાલ ધોમ વાયરલ થયો હતો.નોંધનીય છે કે નાગ અને નાગણીની પ્રાણયક્રીડા દરમિયાન છંછેડવા ખુબજ ખતરનાક સાબિત થઈ શકે છે.