Home /News /jamnagar /Live Video: જામજોધપુરના માર્કેટિંગ યાર્ડ પાસે બે લૂંટારુઓએ 20 લાખની લૂંટ ચલાવી

Live Video: જામજોધપુરના માર્કેટિંગ યાર્ડ પાસે બે લૂંટારુઓએ 20 લાખની લૂંટ ચલાવી

20 લાખની લૂંટ ચલાવી

Jamjodhpur Market Yard: જામનગર જિલ્લાના જામજોધપુરના માર્કેટિંગ યાર્ડના દ્વારે આજે બપોરે ધોળે દહાડે લૂંટની ઘટના બનતા ભારે સનસનાટી મચી ગઈ છે. ડબલ સવારી બાઈકમાં આવેલા લૂંટારૂઓ 20 લાખની રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા.

    કિંજલ કારસરીયા, જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુરના માર્કેટિંગ યાર્ડના દ્વારે આજે બપોરે ધોળે દહાડે લૂંટની ઘટના બનતા ભારે સનસનાટી મચી ગઈ છે. ડબલ સવારી બાઈકમાં આવેલા લૂંટારૂઓ 20 લાખની રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા છે. પોલીસ દ્વારા લૂંટારૂઓને પકડવા માટે સમગ્ર જિલ્લા ભરમાં નાકાબંધી કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે પોતાના તમામ ચક્રો ગતિમાં કર્યા છે.

    લૂંટારૂઓ 20 લાખની રોકડ લઈ ફરાર


    જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા ભૌતિક ભાઈ રામોલિયા નામના વેપારી કે, જેઓ જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં પોતાના પાર્ટનર મનસુખભાઈ હિંગળાજિયા સાથે વેપાર કરે છે. તેઓ આજે બપોરે 12.15 વાગ્યાના અરસામાં બેંકમાંથી રૂપિયા 20 લાખની રોકડ રકમ ઉપાડીને બાઇક પર બેસીને માર્કેટિંગ યાર્ડમાં જઈ રહ્યા હતા, જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં આવેલા બે લુટારુઓ કે જેઓ અગાઉથી પીછો કરી રહ્યા હોય તેમણે મોકાનો લાભ લઈને વેપારીના હાથમાંથી રૂપિયા બે લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી અને ભાગી છૂટ્યા હતા.

    આ પણ વાંચો: ‘પપ્પા મને લઇ જાઓ આ લોકો મને...’ પિતા પહોચે તે પહેલા જ પરિણીત દીકરીએ ટૂંકાવ્યું જીવન

    પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યો


    ઉલ્લેખનીય છે કે, ધોળે દહાડે બનેલા લૂંટના બનાવને લઈને ભારે હડકંપ મચી ગયો હતો. વેપારી દ્વારા ભારે બુમાબુમ કરવામાં આવી હતી, પરંતુ બંને લૂંટારુઓ ભાગી છૂટવામાં સફળ થયા હતા. જે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હોવાથી જામજોધપુરનો પોલીસ કાફલો તુરંત જ હરકતમાં આવ્યો હતો. જામનગર જિલ્લા પોલીસ વડા સુધી આ મેસેજ પહોંચ્યો હોવાથી જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લાની બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા બારીકાઈથી લૂંટારુઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.


    લૂંટારુઓને પકડવા માટેની કવાયત


    પોલીસ દ્વારા માર્કેટિંગ યાર્ડની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી લૂંટારુઓને પકડવા માટેની કવાયત હાથ ધરી છે. જેમાં બે લૂંટારુઓ બાઈકમાં રોકડ રકમ ભરેલો થેલો ઝુંટવીને ભાગી રહેલા જોવા મળ્યા હતા. તેના વર્ણનના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ આ મામલે પોતાની તપાસના ચક્રો ગતિમાન કર્યો છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Jamnagar City, Jamnagar News, Robbery case

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો