Home /News /jamnagar /Jamnagar: આ શહેરમાં ટ્રાફિક પોલીસમાં બહાર પડી ભરતી, જાણો, વેતન અને લાયકાત

Jamnagar: આ શહેરમાં ટ્રાફિક પોલીસમાં બહાર પડી ભરતી, જાણો, વેતન અને લાયકાત

ટ્રાફિક પોલીસ (Shutterstock તસવીર)

ઇચ્છુક ઉમેદવાર જામનગર શહેરનો રહેવાસી હોવો જોઈએ ઉપરાંત 18 થી 30 વર્ષની ઉંમર ધરાવતો હોવો જોઈએ. આ ઉપરાંત ઉમેદવારે 12 કે તેથી વધુ અભ્યાસ કરેલો ફરજિયાત હોવો જોઈએ.

    Kishor chudasama, Jamnager : જામનગરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે. જેના ભાગરૂપે જામનગરમાં આગામી સમયમાં 30 જેટલા TRB જવાનોની ભરતી કરવામાં આવશે. જેમાં યોગ્યતા પ્રાપ્ત ઉમેદવારો ફોર્મ ભરી શકશે.

    30 TRB જવનોની નિમણૂક કરાશે

    જામનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંએ જણાવ્યું કે જામનગરમાં હાલ 68 TRB જવાનો અને 37 અધિકારી દ્વારા ટ્રાફિકનુંનિયમન થઈ રહ્યું છે. જેમાં સરળતા રહે તે માટે વધુ 30 TRB જવનોની નિમણૂક કરવા અંગે આયોજન હાથ ધરાયુ છે. જિલ્લા પોલીસ અધિક્ષક તથા જામનગર જિલ્લા એજ્યુકેશન ટ્રસ્ટ માટે માનદ સેવાથી ભરતી કરવામાં આવશે. જેમાં TRB જવાનો પાસેથી દિવસના 300 રૂપિયામાં માનદ સેવા આપવામાં આવશે.



    27 ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરવા અનુરોધ

    ઇચ્છુક ઉમેદવાર જામનગર શહેરનો રહેવાસી હોવો જોઈએ ઉપરાંત 18 થી 30 વર્ષની ઉંમર ધરાવતો હોવો જોઈએ. આ ઉપરાંત ઉમેદવારે 12 કે તેથી વધુ અભ્યાસ કરેલો ફરજિયાત હોવો જોઈએ. ઉમેદવારોએ જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી સામે આવેલી એસપી કચેરી તથા ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ. ખાતેથી તા. 25 ડીસેમ્બર પહેલા ફોર્મ મેળવી લેવા જણાવાયું છે. ફોર્મ સંપુર્ણ વિગત સાથે 27 ડિસેમ્બર સુધીમાં પરત કરવાના રહેશે.

    ટ્રાફિક અંગે કાર્યવાહીમાં જુઓ પ્રેમસુખ ડેલુંએ શું કહ્યું

    આ ઉપરાંત પ્રેમસુખ ડેલુંએ વધુમાં જણાવ્યું કે જામનગરમાં બંધ રહેલા ટ્રાફિક સિગ્નલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. બીજી બાજુ સમર્પણ સર્કલ, વિક્ટોરિયા પુલ સહિતના વિસ્તારો ઇક્કો અને પેસેન્જર બસ ચાલકો આડેધડ ગાડીઓ પાર્ક કરી રહ્યા છે. જ્યારે નીતિ નિયમોનો ઉલાળિયો કરી પેસેન્જરના જીવ જોખમય તે રીતે પેસેન્જર ભરતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં 4 થી 5 દિવસમાં 200 જેટલા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણપ્રે મસુખ ડેલુંએ ઉમેર્યું હતું.
    First published:

    Tags: Job, Local 18, જામનગર, ટ્રાફિક પોલીસ, પોલીસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો