Home /News /jamnagar /

Jamnagar: ટ્રાફિક પોલીસ થઈ હાઇટેક, પોલીસ જવાનના બોડી પર લગાવાયા ખાસ કેમેરા

Jamnagar: ટ્રાફિક પોલીસ થઈ હાઇટેક, પોલીસ જવાનના બોડી પર લગાવાયા ખાસ કેમેરા

બોડી

બોડી પર વન કેમેરા સિસ્ટમ લગાવાઇ

ટ્રાફિક પોલીસની બોડી પર કેમેરા (Cameras on traffic police) લગાવવામાં આવ્યા છે, જેમાં વાહન ચાલક અને ટ્રાફિક પોલીસના જવાન વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ થઇ જશે

    Sanjay Vaghela, Jamnagar: દરરોજ લાખોની સંખ્યામાં વાહનો રસ્તા પરથી પસાર થતા હોય છે, ત્યારે જામનગર શહેરમાં (Jamnagar city) પણ મોટી સંખ્યામાં વાહનો રસ્તા પર દોડી રહ્યા છે. એવામાં ટ્રાફિકનું ભારણ થાય એ સ્વાભાવિક છે. જો કે ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ટ્રાફિક પોલીસ (Traffic Police) ફરજ પર ખડે પગે હોઈ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી એવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં વાહન ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે તકરાર થઇ હોઈ. ખાસ કરીને દંડની (Traffic fines) ઉઘરાણીને લઈને માથાકૂટ થતી રહે છે, જો કે હવે આ બાબતને રોકવા માટે ટેક્નોલોજીની મદદ લેવામાં આવી છે. ટ્રાફિક પોલીસની બોડી પર કેમેરા (Cameras on traffic police) લગાવવામાં આવ્યા છે, જેમાં વાહન ચાલક અને ટ્રાફિક પોલીસના જવાન વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ થઇ જશે.

    શું છે આ બોડી વન કેમેરા સિસ્ટમ?

    જામનગરની ટ્રાફિક શાખા હવે હાઈટેક બની છે અને ટ્રાફિક પોલીસના જવાનના બોડી પર એક ખાસ પ્રકારનો કેમેરો લગાવવામાં આવ્યો છે. આ કેમેરો બેટરી પર ઓપરેટ થાય છે અને તેનું રેકોર્ડિંગ ટ્રાફિક પોલીસના જવાનના મોબાઈલ ફોનમાં રેકોર્ડ થઇ જશે. ત્યારબાદ આ રેકોર્ડિંગ ટ્રાફિક વિભાગની શાખામાં જમા કરાવવામાં આવે છે. જરૂર પડ્યે આ રેકોર્ડિંગ ટ્રાફિક શાખાની ઓફિસેથી મેળવી શકાશે.

    જુઓ વિડિઓ:   ઉદ્યમી મહિલાઓને વધુ મદદરૂપ થઈ રહ્યું છે જામનગરનું પિન્ક ફાઉન્ડેશન

    વાહન ચાલકોના વર્તનમાં જોવા મળ્યો ફેરફાર

    ટ્રાફિક પોલીસના બોડી પર લગાવવામાં આવેલી આ બોડીવન કેમેરા સિસ્ટમને હજું તો થોડા કલાકો જ થયા છે ત્યાં વાહન ચાલકોના વર્તન ફેરફાર જોવા મળ્યો હોવાનું એક ટ્રાફિક પોલીસના જવાને જણાવ્યું હતું. સામાન્ય રીતે સ્થળ પર દંડ ભરવાને લઈને રકઝક થતી હોઈ છે. પરંતુ ટ્રાફિક પોલીસના શરીરમાં લગાવેલો કેમેરા જોઈને વાહન ચાલકો તકરાર કરવાને બદલે શાંતિથી જવાબ આપે છે. તો સામા પક્ષે ટ્રાફિક પોલીસનું વર્તન પણ કેમેરામાં રેકોર્ડ થશે જેની ઉચ્ચ અધિકારીઓ નોંધ રાખશે.

    આ પણ વાંચો:  શું તમને ખબર છે ઘાસનું મહત્વ, વન વિભાગે હાથ ધર્યો Grassland tourismનો નવતર પ્રયાસ

    હાલ જામનગર ટ્રાફિક શાખાને કુલ 17 બોડીવન કેમેરા સિસ્ટમ ફાળવવામાં આવી છે. જેને વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનના શરીર પર લગાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ સફળ થયાં બાદ આગામી દિવસોમાં જરૂર જણાશે તો વધુ કેમેરા પણ મંગાવવામાં આવશે. ત્યારે ટ્રાફિક પોલીસના શરીર પર આ કેમેરા સિસ્ટમ જોઈને વાહન ચાલકોમાં પણ ઘણી કુતુહલ જોવા મળી રહી છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Gujarat police, Jamanagar, Jamnagar Police, Jamnagar Video, Traffic Fines

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन