Home /News /jamnagar /એકના ડબલ કરવાની લાલચે ખેડૂતે 1.28 કરોડ ગુમાવ્યા, જાણો જામનગરનો લાલબત્તી સમાન કિસ્સો

એકના ડબલ કરવાની લાલચે ખેડૂતે 1.28 કરોડ ગુમાવ્યા, જાણો જામનગરનો લાલબત્તી સમાન કિસ્સો

ખેડૂતને કરોડો રૂપિયા બનાવવાની લાલચ આપી હતી (પ્રતિકાત્ક તસવીર)

Jamnagar news: પત્ની અને પુત્ર બીમાર હોવાથી તેઓની બીમારી દૂર કરવા માટેની જડીબુટ્ટી આપવાનું બહાનું કરી તેઓ પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. 

    કિંજલ કારસરીયા, જામનગર: જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના એક ખેડૂત સાધુના સ્વાંગમાં આવેલી ઠગ ટોળકીનો શિકાર બન્યા હતા. પોતાના બીમાર પત્ની અને પુત્રની સારવાર માટે તેમજ એકના ડબલ બનાવી દેવાની લાલચ આપીને એક કરોડ ૨૮ લાખ જેટલી માતબર રકમ અને સોનું પડાવી લઇ છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ચર્ચા જાગી છે.

    આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે, જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રમેશભાઈ હંસરાજભાઈ કાલરીયા નામના ૬૭ વર્ષના ખેડૂત બુઝુર્ગે પોતાની સાથે છેતરપિંડી કરી ૧,૨૮,૭૧,૫૦૦ ની રોકડ રકમ સહિતની માલમતા પડાવી લેવા અંગે બોલેરો કારમાં સાધુના સ્વાંગમાં આવેલા ત્રણ શખ્સો સહિત પાંચ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

    પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત સાધુના સ્વાંગમાં આવેલા શખ્સ કે જેણે સૌ પ્રથમ ફરિયાદીના પત્ની અને પુત્ર કે જેઓ બીમાર હોવાથી તેઓની બીમારી દૂર કરવા માટેની જડીબુટ્ટી આપવાનું બહાનું કરી તેઓ પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું.



    આ પણ વાંચો:  યુવાને બે સંતાનોની માતા સાથે મૈત્રી કરાર બાદ તરછોડી

    ત્યારબાદ તેઓને ચમત્કારના માધ્યમથી એકના ડબલ સહિત કરોડો રૂપિયા બનાવી આપશે તેવું પ્રલોભન આપીને ખેડૂત બુઝુર્ગ પાસેથી કટકે કટકે ૮૭,૧૪,૦૦૦ જેટલી રકમ પડાવી લીધી હતી. એટલું જ માત્ર નહીં ૮૩ તોલા સોનાના દાગીના કે જેને કિંમત ૪૧,૫૭,૫૦૦ જેટલી થવા જાય છે. જે સોનાના દાગીના પણ પડાવી લીધા હતા અને તેની પત્ની તથા પુત્ર કે જેની બીમારીમાં કોઈ ફેર પડ્યો ન હતો.

    તેમ જ કરોડો રૂપિયા બનાવવાની લાલચ આપી હતી. પરંતુ એક પણ રૂપિયો પરત મળ્યો નહોતો અને ખેડૂત સંપૂર્ણપણે સાફ થઈ ગયા હતા. આખરે આ મામલો જામજોધપુર પોલીસ મથકે લઈ જવાયો છે અને બોલેરોમાં આવેલા સાધુ સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જામજોધપુર પોલીસે ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને તમામ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat News, Jamnagar News

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો