જામનગર: શહેરના ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર એવા દરેડ મારવાડવાસ ઝુંપડપટ્ટી વિસ્તારના લોકોને અંદાજે 25 વર્ષ બાદ આધારકાર્ડનો આધાર મળ્યો છે. સ્વ.જે.વી.નારીયા એજ્યુ.એન્ડ ચેરી ટ્રસ્ટ દ્વારા તમામ કાયદેસએની કામગીરી કરવામાં આવી ત્યારબાદ નવા આધારકાર્ડ સોપણીની પ્રક્રિયા કરવામાં આવેલ હતી.
સ્વ.જે.વી.નારીયા એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ અંતર્ગત પ્રોજેક્ટ ડાયરેક્ટર જમનભાઈ સોજીત્રાના માર્ગદર્શન હેઠળ ચાઈલ્ડલાઈન 1098 દ્વારા બાળકોના હિત અને અધિકારોના રક્ષણ માટેની કામગીરી કરવામાં આવી રહી છે. દરેડ મારવાળા વિસ્તારમાં ચાઈલ્ડલાઈન 1098 કરેલ કાર્યક્રમમાં વિસ્તારના પ્રશ્નો જાણવા મળેલ કે લોકો 25 વર્ષથી મારવાળાવાસ વિસ્તારમાં જ રહેતા હોવા છતાં પણ તેમની પાસે કોઈ પણ આધાર પુરાવા નથી. આધારકાર્ડ પણ હોવાના કારણે બાળકો અને લોકો સરકારની યોજનાઓના લાભો મેળવવાથી વંચિત રહે છે.
વિસ્તારની આવી પરિસ્થિતિ ધ્યાને આવતા વિસ્તારનો અંદાજીત 200 ઝુંપડાનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે દ્વારા મળેલ માહિતીના આધારે વિવિધ વિભાગોમાં રજૂઆત કરવામાં આવેલ કે આધારકાર્ડ મેળવવો બધાનો અધિકાર છે તો મારવાળા વાસ વિસ્તારના બાળકો અને લોકોને પણ તેનો પ્રથમ આધાર એવા આધારકાર્ડ મળવા જોઈએ. વિસ્તારના લોકોના કોઈ પણ આધાર પુરાવા ન હોવાના લોકોના ચાઈલ્ડ લાઈન ટીમ 1098 દ્વારા રેડ ફોર્મ ભરવામાં આવેલ અને તે ફોર્મમાં સરપંચના સહી સિક્કા કરાવી વ્યક્તિઓની ઓળખ કરાવવામાં આવેલ. આ ફોર્મ ભર્યા બાદ વિસ્તારમાં જ આધારકાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવે તે માટે વિવિધ કચેરીઓને લેખીમાં વિનંતી કરવામાં આવેલ.
ચાઈલ્ડલાઈન 1098 ટીમના 2 વર્ષના સતત સંઘર્ષ પછી અધિકરીઓના સહયોગથી વિસ્તારમાં કુલ 9 આધારકાર્ડ કેમ્પોનું આયોજન થયેલ અને તે કેમ્પો દરમ્યાન 58 બાળકો અને લોકોના નવા આધારકાર્ડ માટેની એપ્લીકેશન કરવામાં આવેલ અને તેમના જ અંદાજીત 60 જેવા નવા આધારકાર્ડ એપ્રુવલ થયેલ જેનું આજ રોજ વિસ્તારના લોકોને વિતરણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.