Home /News /jamnagar /Jamnagar News: જો તમે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફ જોવાના શોખીન હોય તો ફટાફટ પહોંચી જાવ આ સ્થળે!

Jamnagar News: જો તમે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફ જોવાના શોખીન હોય તો ફટાફટ પહોંચી જાવ આ સ્થળે!

X
નેશનલ

નેશનલ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરાયું છે.

નવાનગર નેચર ક્લબ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન અંતર્ગત આ નેશનલ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરાયું છે.

    Kishor chudasama, Jamnagar: જામનગરમાં નેશનલ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પ્રદર્શન યોજાઇ રહ્યું છે. જેમાં દેશના ખ્યાતનામ ફોટોગ્રાફરના ફોટોનું પ્રદર્શન કરવામા આવી રહ્યું છે.નવાનગર નેચર ક્લબ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન અંતર્ગત આ નેશનલ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરાયું છે.

    500 જેટલા ખ્યાતનામ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરોએ ભાગ લીધો

    આ અગાઉ સંસ્થા દ્વારા ફોટો મંગાવવામાં આવ્યા હતા. જેમાં સમગ્ર ભારતમાંથી 500 જેટલા ખ્યાતનામ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો. ત્યારબાદ નિષ્ણાંત જજોની ટીમ દ્વારા 500 માંથી માત્ર અદભુત અને આબેહૂબ 100 જેટલા નયનરમ્ય ફોટોના સિલેક્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ તમામ ફોટાને જામનગરના ટાઉનહોલ ખાતે પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.



    નેશનલ જીયોગ્રાફી સાથે જોડાયેલા ભારતના પ્રખ્યાત ફોટોગ્રાફરે આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જેના ફોટો હાલ લોકો સમક્ષ મૂકવામાં આવ્યા હતા. ત્યારે જામનગરની પ્રકૃતિપ્રેમી અને શાળા, કોલેજના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં આ પ્રદર્શનને નિહાળ્યું હતું.

    અનેક નયનરમ્ય ફોટો લોકોએ નિહાળ્યા

    જેમાં જંગલ, સિંહ,વાઘ, જુદી જુદી પ્રજાતિના પક્ષીઓ અને પ્રાણીઓના આબેહુલ ફોટોગ્રાફરના ફોટોસ નિહાળી આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
    First published:

    Tags: Local 18, Wildlife, જામનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો