Home /News /jamnagar /Jamnagar: ઘડપણમાં ઘણી ખમ્મા! આ સંસ્થાએ વડીલોને વિમાનમાં તિર્થયાત્રા કરાવી

Jamnagar: ઘડપણમાં ઘણી ખમ્મા! આ સંસ્થાએ વડીલોને વિમાનમાં તિર્થયાત્રા કરાવી

તપોવન ફાઉન્ડેશન સંચાલિત માતુશ્રી ઈચ્છાગૌરી છોટાલાલ જાની વડીલ વાત્સલ્યધામના વડીલોને હવાઇયાત્રા સાથે સાથે તીર્થયાત્રા કરાવવામાં આવી હતી.

તપોવન ફાઉન્ડેશન સંચાલિત માતુશ્રી ઈચ્છાગૌરી છોટાલાલ જાની વડીલ વાત્સલ્યધામના વડીલોને હવાઇયાત્રા સાથે સાથે તીર્થયાત્રા કરાવવામાં આવી હતી.

  Kishor chudasama, Jamnagar: જામનગરના વિજરખી ખાતે તપોવન ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી વડીલ વાત્સલ્યધામ ચલાવવામાં આવે છે. આ વડીલ વાત્સલ્યધામમાં નિઃસંતાન અને દીકરીનાં માતપિતાને કષ્ટદાયક એકાંતમાંથી બહારલાવી પારિવારીક હૂંફ મળી રહે તે રીતે પરિવારના સભ્યની જેમ રાખવામાં આવે છે. પવિત્ર પ્રેમાળ અને ધાર્મિક વાતાવરણમાં જીવનના પાછલા વર્ષો ખુબજ સાત્વિક અને તાત્વિક વાતાવરણમાં પસાર કરે છે  ત્યારે વ્હાલાઓથી વંચિતોની ઇચ્છાને ધ્યાનમાં રાખીને હવાઈ યાત્રા કરાવવા નિર્ણય કરાયો હતો. લગભગ ૭૦ થી ૮૦ વર્ષની ઉંમરના ખુબ દૂર એવા ધર્મસ્થાનોએ તેમની શારરિક અશક્તિને કારણે જઈ ન શકે જેથી સંસ્થામાં રહેતા વડીલોને દિલ્હી ખાતેના અક્ષરધામ, હરિદ્વાર, ઋષિકેશ, ગોકુલ, મથુરા અને વૃંદાવન જેવા સ્થળોએ હવાઇયાત્રા કરાવવાનો નિર્ણય કરાયો હતો.

  વડીલોએ ધન્યતા અનુભવી
  વડીલ વાત્સલ્યધામના વડીલોને સમયાંતરે ધાર્મિક યાત્રાઓ પણ કરાવવામાં આવે છે. સાથે સાથે જોવા લાયક અન્ય સ્થળોએ પણ ફરવા માટે લઇ જવામાં આવે છે. સૌરાષ્ટ્રના ધાર્મિક અને જોવા લાયક સ્થળોએ વડીલોને ખુબજ સંભાળપૂર્વક સંસ્થાની બસ દ્વારા યાત્રા કરાવવામાં આવેલ છે.  વડીલો સાથેના સહવાસ અને સંવાદથી તપોવન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને ઘ્યાનમાં આવેલ કે તમામ વડીલોના મનમાં હરિદ્વારની જાત્રા થાય તેવો એક આંતરિક ભાવ હતો જેથી વડીલ વાત્સલ્યધામમાં નિવાસી આ તમામ વડીલોને પોતાના સ્વજનની જેમ સારસંભાળ સાથે મુસાફરી કરાવી લઇ જવા તેવો નિર્ણય કરાયો હતો.
  વડીલો સાથે સ્ટાફ પણ રહ્યો હાજર
  સંસ્થાના ફાઉન્ડર રાજેનભાઈ જાની, ટ્રસ્ટી  વસુબેન ત્રિવેદી તથા પરેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યો અને હાલ વડીલો હવાઈ યાત્રાએ છે. અક્ષરધામ, હરિદ્વાર, ઋષિકેશ, ગોકુલ, મથુરા અને વૃંદાવન જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.  તમામ વડીલોએ ખુશી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં યાત્રામાં વડીલોની સારસંભાળ રાખવા માટે જરૂરી સ્ટાફને પણ હવાઈ  તીર્થયાત્રામાં સાથે જ લઇ જવાયો છે.યાત્રા પ્રવાસમાં ફાઉન્ડર રાજેનભાઈ જાની, વડીલો તેમજ સ્ટાફ સાથે 21 માર્ચનાં રોજ રાજકોટથી દિલ્હીની ફ્લાઈટમાં રવાના થઈ હતી. વડીલોને દિલ્હી એરપોર્ટથી જ સુવિધાપૂર્ણ એરકંડીશન બસમાં દિલ્હી દર્શન,અક્ષરધામના દર્શન કરી હરિદ્વાર લઇ જવામાં આવ્યા હતા. બાદમાં હરિદ્વાર ઋષિકેશના યાત્રા સ્થાનોના દર્શન કરાવી તમામ વડીલોને ગોકુલ, મથુરા અને વૃંદાવનના દર્શન કરાવવામાં આવ્યા હતા. ફરી દિલ્હીથી રાજકોટ ખાતે ફ્લાઈટમાં 27 માર્ચનાં રોજ વડીલો વડીલ વાત્સલ્યધામમાં પરત ફર્યા હતા.
  First published:

  Tags: Jamnagar News, Local 18