Sanjay Vaghela, Jamnagar: ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે જેણે પેંડાની મીઠાઈ ખાધી ન હોઈ, દરેક ખુશીમાં પેંડા ખાઈને મોઢું મીઠુ કરવામાં આવે છે. પણ શું તમને ખબર છે, દુનિયાના સૌથી મોંઘા પેંડા જામનગરમાં મળે છે. જી, આ પેંડાની કિંમત એટલી કે તમેં જ કહેશો કે ના હોઈ, પરંતુ વાત સાચી છે. જામનગરમાં આમતો અનેક ખાવાની વસ્તુઓ ફેમસ છે, જેમ કે અહીં મળતા ઘુઘરા વર્લ્ડ ફેમસ છે, તો અહીં પાન પણ એવન હોય છે. જો કે જામનગરની મિઠાઇ પણ એટલી જ ફેમસ છે. જામનગરમાં વર્ષો જૂની અનેક મિઠાઇની દુકાનો આવેલી છે.
શું ખાસ હોઈ છે આ પેંડામાં
જામનગરમાં આવેલી વલ્લભદાસ પેંડાવાળાને ત્યાં મળતા આ ખાસ પેંડાની એક કિલોની કિંમત 1400 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે વલ્લભદાસ પેંડાવાળાની આ દુકાન 180 વર્ષ જૂની છે. આજે છઠ્ઠી પેઢી આ દુકાન સંભાળે છે. હાલ દુકાન સાંભળતા આશિષભાઇનું કહેવું છે કે 1400 કિલોની કિંમતના આ કેસર પેંડામાં ઉચ્ચ ગુણવતાવાળું કેશર, ડ્રાયફ્રૂટ, માવો હોઈ છે. એટલું જ નહીં દૂધ પણ ખાસ હોઈ છે. અમ જ્યાંથી આ દૂધ મંગાવીએ છીએ તેમની બીજી પેઢી અમારી સાથે જોડાયેલી છે. બજાર કરતા વધુ પૈસા આપી સારુ દૂધ મંગાવીએ છીએ.
આશિષભાઇનું કહેવું છે કે આ કેસર પેંડા અમે ઓર્ડર પર જ મંગાવીએ છીએ. ખાસ કરીને અનેક મોટી મોટી કંપનીના લોકો અમારે ત્યાંથી આ પેંડા ખરીદે છે. બહારથી પણ આ પેંડાના ઓર્ડર આવે છે. જામનગરમાં વલ્લભદાસ પેંડાવાલાનું નામ સૌથી ટોચ પર આવે છે. અહીંના પેંડાના ઓર્ડર અન્ય જિલ્લામાંથી પણ આવતા હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર