Home /News /jamnagar /Jamnagar: હેં મા, માતાજી, પહેલા પગે લાગ્યા બાદ મંદિરમાં તસ્કરો દાગીના ચોરી ફરાર! CCTV

Jamnagar: હેં મા, માતાજી, પહેલા પગે લાગ્યા બાદ મંદિરમાં તસ્કરો દાગીના ચોરી ફરાર! CCTV

મંદિરમાં ચોરી

હરસિદ્ધિ મંદિરમાંથી માતાજીને ચઢાવવામાં આવેલ દાગીના તસ્કરો ચોરી કરી ગયાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે.

    Kishor chudasama jamnagar: જામનગર જિલ્લામાં ચોરીના બનાવો અટકવાનું નામ જ ન લેતા હોય તેમ અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ખાસ તસ્કોર મંદિરને વધુ નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં ધ્રોલ પંથકમાં આવેલ મંદિરમાંથી એક લાખ ઉપરાંતના દાગીનાની ચોરી થયાની ઘટના તાજી છે ત્યાં ફરી જામનગરમાં વધુ એક મંદિરને તસ્કરોએ  નિશાન બનાવ્યાનુ સામે આવતા ચકચાર મચી છે. જે ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

    ચોરીની ઘટના સીસીટીવીમા કેદ

    જામનગરમાં વધુ એક મંદિર તસ્કરોનું નિશાન બન્યું છે, જામનગર નજીક આવેલ રામપર ગામે હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલ છે, આ મંદિરમાંથી માતાજીને ચઢાવવામાં આવેલ દાગીના તસ્કરો ચોરી કરી ગયાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે.



    બે તસ્કરો મંદિરમાં ઘુસ્યા બાદ સોના ચાંદીના છતર અને હાર સહિત મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હતા. પ્રથમ આરોપીઓ માતાજીને પગે લાગી ક્ષમા માંગ્યા બાદ ચોરીને અંજામ આપતા હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે. મહત્વનું છે કે ગામમા હરસિદ્ધિ માતાજીના મંદિર ઉપરાંત અન્ય બે મંદિરોમાં પણ ચોરી થયાની માહિતી મળી રહી છે
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Thieves, જામનગર, સીસીટીવી