Home /News /jamnagar /Jamnagar: બિલ્લી પગે આવેલા શખ્સે માતાજીના મંદિરને બનાવ્યું નિશાન, એક લાખની ચોરી: જુઓ CCTV

Jamnagar: બિલ્લી પગે આવેલા શખ્સે માતાજીના મંદિરને બનાવ્યું નિશાન, એક લાખની ચોરી: જુઓ CCTV

X
મંદિરમાંથી

મંદિરમાંથી 76 હજારની કિંમતના આભૂષણો અને 25 હજાર રૂપિયાની રોકડની ચોરીના cctv

ધ્રોલ તાલુકાના સોયલ ગામ નજીક આવેલ વેરાઈ ભવાની માતાજીના મંદિરમાં ત્રાટકેલા તસ્કરએ ચાંદીના આભુષણો અને રોકડ સહિત એક લાખ ઉપરાંતની ચોરી કર્યાની પોલીસ ફરિયાદ

Kishor chudasama jamnagarજામનગર જિલ્લાના મંદિરમાં તસ્કરનો તરખાટ સામે આવ્યો છે જેમાં ગત રાત્રે ધ્રોલના સોયલ ગામે વેરાઈ ભવાની માતાજીના મંદિરમા એક લાખ રૂપિયા ઉપરાંતની કિંમતની ચોરી થવા પામી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં એક બુકાનીધારી શખ્સે હથિયાર સાથે મંદિરમાં પ્રવેશી દાનપેટી અને આભૂષણો ચોર્યા હોવાનું સામે આવ્યું છે. આથી પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી છે.

ધ્રોલ પંથકમાં વધુ એક મંદિરના તાળા તુટતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધ્રોલ તાલુકાના સોયલ ગામ નજીક આવેલ વેરાઈ ભવાની માતાજીના મંદિરમાં ત્રાટકેલા તસ્કરએ ચાંદીના આભુષણો અને રોકડ સહિત એક લાખ ઉપરાંતની ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાય છે.


1,01000 રૂપિયાના કિંમતી વસ્તુની ચોરી

આ અંગે ધ્રોલ પોલીસ મથકે નોંધાયેલ વિગત અનુસાર ધ્રોલથી સાત કિમી દૂર આવેલ સોયલ ગામના વેરાઈ ભવાની માતાજીના મંદિરમાં ત્રાટકેલ તસ્કરએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. રાત્રીના સમયે તસ્કરોએ મંદિરના દરવાજાના નકુચા તોડી માતાજીને ચડાવેલ ચાંદીના આભૂષણો તથા ચાંદીની વસ્તુ મળી કુલ 76 હજારની કિંમતના આભૂષણો અને 25 હજાર રૂપિયાની રોકડ મળી કુલ 1,01000 રૂપિયાના કિંમતી વસ્તુની ચોરી થયાનું સામે આવ્યું છે.આ મામલે પોલીસે અજાણ્યાં શખ્સ સામે ચોરી અંગેનો ગુન્હો નોંધી પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
First published:

Tags: જામનગર, સીસીટીવી