Home /News /jamnagar /Mahashivratri 2023: ભોલેનાથને યાદ કરીને ગટગટાવો રાજસ્થાની સ્પેશિયલ ભાંગ, આવો હોય છે સ્વાદ

Mahashivratri 2023: ભોલેનાથને યાદ કરીને ગટગટાવો રાજસ્થાની સ્પેશિયલ ભાંગ, આવો હોય છે સ્વાદ

X
શિવરાત્રી

શિવરાત્રી નિમિતે જામનગરમાં છે... ક રાજસ્થાની ભાંગની ગોળીઓ મંગાવી ભાંગ બનાવવામાં

જામનગરમાં 40 વર્ષથી ભાંગ બનાવતા ચેતન નાથાભાઇ ડોળાસીયાએ જણાવ્યું કે શિવરાત્રીના પાવન પર્વે ભક્તો માટે સ્પેશિયલ રાજસ્થાનથી ભાંગ મંગાવી બનાવવામાં આવે છે.ભક્તો ભગવાન શિવને યાદ કરી ભાંગ ગ્રહણ કરે છે.જામનગરમાં અનેક પૌરાણિક મંદિર આવેલ હોવાથી શહેર છોટે કાશી  તરીકે પણ ઓળખાય છે.

વધુ જુઓ ...
Kishor Chudasama, Jamnagar: દેવાધિદેવ, આદીદેવ ભોળાનાથને રિઝવવાના શુભ અવસરે  આજે છોટી કાશી જામનગરમા હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી રહ્યા છે. ત્યારે ભગવાન શિવને ભાંગ ખૂબ જ પ્રિય હોવાથી આજે મહાશિવરાત્રીના પાવન અવસરે ભાંગનો મહિમા અપરંપાર હોય છે. આ દિવસે ભોળાનાથેને ભાંગનો ભોગ લગાવીને પ્રસાદ તરીકે લેવામાં આવે છે. જો નિશ્ચિત માત્રામાં ભાંગનું સેવન કરવામાં આવે તો શરીરને ફાયદા પણ થતા હોય છે.

રાજસ્થાનથી ભાંગ મંગાવી બનાવે છે

આજે વહેલી સવારથી જ જામનગરના વિવિધ શિવાલયોમાં મહાશિવરાત્રીના પર્વ પર હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. ત્યારે જામનગરમાં અનેક પૌરાણિક મંદિર આવેલ હોવાથી શહેર છોટાકાશી  તરીકે પણ ઓળખાય છે.તેવામાં શિવરાત્રી નિમિત્તે જામનગરમાં રાજસ્થાનથી ભાંગ મંગાવી ભાંગ બનાવવામાં આવે છે. જે મહાદેવને અર્પણ કરાયા બાદ મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ તરીકે ગ્રહણ કરતા હોય છે.

રાજસ્થાની ભાંગની  આ છે ખાસિયત

જામનગરમાં 40 વર્ષથી ભાંગ બનાવતા ચેતન નાથાભાઇ ડોળાસીયાએ જણાવ્યું કે રાજસ્થાની ભાંગને તૈયાર કરવા માટે વરીયાળીનું પાણી અને ખાંડ નાખવામાં આવે છે. વધુમાં રાજસ્થાની ભાંગની ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ખસખસ, જાયફળનો ભુક્કો, મરી પાવડર, દૂધ નાખી ખાસ ભાંગ તૈયાર કરવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં લોકો પ્રસાદ લેતા હોય છે.



ભાંગ આયુર્વેદના રૂપમાં દવા તરીકે પણ કામ કરે છે. ભાંગને ઉબકા, ઉલટી, અને પીડા સહિતની બીમારીના ઉપાયમાં ઉપયોગ લઈ શકાય છે.ભાંગનું ચોક્કસ પ્રમાણમાં સેવન કરવાથી ગંભીર બીમારી સામે પણ થોડી ઘણા અંશે રાહત પણ મળતી હોય છે. ભૂખમાં વધારોએ ભાંગની સૌથી સામાન્ય આડઅસરો માની એક છે. તેમજ વધુ પડતું ભાંગનું સેવન કરવાથી મગજના વિકાસમાં ફેરરાર થયા છે.
First published:

Tags: Jamnagar News, Local 18, Lord Shiv Puja, Mahashivratri