Kishor chudasama, jamnagar: જામનગરમાં આજે તાપમાનમાં વધારો નોંધાતા ઠંડીમાંથી આંશિક રાહત મળી હતી. જોકે તીવ્ર ગતિએ બર્ફીલા પવન ફૂંકાતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. પરંતુ વધતી જતી ઠંડી પર બ્રેક લાગી હતી. ગઈકાલે જામનગરમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી પર સ્થિર થયું હતું. જ્યારે આજે પારો 1.5 ડીગ્રી ઊંચકાયો હતો.
10 કિમીની ઝડપે પવન ફૂંકાયા
આજે જામનગરમાં સત્તાવાર રીતે જાહેર થયેલા આંકડા મુજબ લઘુતમ તાપમાનનો પારો 14.5 ડિગ્રીએ સ્થિર થયો હતો. જ્યારે મહત્તમ તાપમાનો પારો 27 ડિગ્રી પર રહ્યો હતો. સાથે જ ભેજનું પ્રમાણ 68 ટકા જોવા મળ્યું હતું. આ ઉપરાંત પવનની ગતિ 10 કિમિની જોવા મળી હતી. આમ તીવ્ર પવન ફૂંકતા લોકોએ તાપણાનો સહારો લીધો હતો. હવામાનની આગાહી
તેવામાં રાજ્યમાં ગઈકાલે હવામાન વિભાગ દ્વારા નવી પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે. જેમાં જણાવ્યું કે આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. જ્યારે સૌરાષ્ટ્રના તાપમાનમાં 1 ડિગ્રીની વધઘટ નોંધાઇ તેવું જણાશે. સાથે જ ત્રણ દિવસ બાદ રાજ્યમાં 2-3 ડિગ્રી તાપમાન વધી શકે છે. જેને પગલે 3 દિવસ બાદ ઠંડીમાંથી રાહત થઈ શકે છે.