Kishor chudasama, Jamnagar: આગામી દિવસોમાં રાજ્યમાં કાતિલ ઠંડીમાથી રાહત મળે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ જામનગરમાં તાપમાનનો પારો ગઈકાલની સરખામણીએ આજે એક ડિગ્રી નીચે સરકતા ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. વધુમાં પવનની ગતીમાં ગઈકાલની સરખામણીએ ઘટાડો નોંધાયો હતો.
જામનગરમાં લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું
જામનગરમાં સત્તાવાર રીતે જાહેર થયેલા આંકડા મુજબ લઘુતમ તાપમાનો પારો આજે 13.5 ડિગ્રીએ સ્થિર રહયો હતો. જ્યારે મહત્તમ તાપમાન ગઇકાલની માફક 26.6 ડિગ્રી નોંધાયું હતો તો વાતાવરણ ભેજનું પ્રમાણ 50 ટકા જોવા મળ્યું હતું. સાથે સાથે 5 કિમીની ઝડપે બર્ફીલા પવન ફૂંકાયા હતા. આમ જાણગરમાં બે દિવસ રાહત રહ્યા બાદ શહેર ફરી વાર ઠંડીમાં ઠૂંઠવાયું છે.
હવામાન વિભાગની આગાહી
ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈ નવી આગાહી કરવામા આવી છે. જેમાં આગામી દિવસોમાં ઠંડીમાંથી રાહત મળી શકે તેમ છે. 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન ઊંચકી શકે તેમ છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો વધારો થઇ શકે છે. મહત્વનું છે કે 24 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં વધારો થાય તેવી આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે સામાન્ય રીતે ઉત્તરાયણ અને મહાશિવરાત્રી બાદ હાડ થીજવતી ઠંડી વિદાય લેતી હોય છે. ત્યારે હવે મહાશિવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આગામી દિવસોમાં ઠંડીમાંથી રાહત મળે તેવી આગાહી કરાઈ છે.