Home /News /jamnagar /Weather Update of Jamnagar: તો શું હવે શિયાળાને ગણતરીના જ દિવસો બાકી છે, જાણો તાપમાન

Weather Update of Jamnagar: તો શું હવે શિયાળાને ગણતરીના જ દિવસો બાકી છે, જાણો તાપમાન

જામનગરમાં આજે મહત્તમ તપમાનમા વધારો થતાં ઠંડીમાંથી રાહત મળી છે.

જામનગરમાં લઘુતમ તાપમાન 13 ડિગ્રી પર સ્થિર થયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી પહોંચી જતા લોકોએ ઠંડીમાંથી રાહતનો અનુભવ કર્યો હતો.

    Kishor chudasama, Jamnagar:  રાજ્યમાં શિયાળાની ઋતુ વિદાય ભણી છે. હાલ ચાલી રહેલો ઠંડીનો રાઉન્ડ લગભગ છેલ્લો માનવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં ઠંડીમાંથી રાહત મળે તેવી રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે ત્યારે જામનગરમાં આજનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું. જેથી કાતિલ ઠંડીનો પ્રકોપ ઓછો થયો હોય તેવું લાગી રહ્યું છે.

    જામનગરમાં તાપમાનો પારો 13 ડિગ્રી પર અટક્યો

    જામનગરના આજે જિલ્લાના કન્ટ્રોલ રૂમ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલ વિગત મુજબ લઘુતમ તાપમાનો પારો 13 ડિગ્રી પર અટક્યો હતો. જ્યારે મહત્તમ તાપમાન વધીને 28 ડિગ્રીને આંબી જતા ઠંડીમાંથી લોકોને રાહત મળી હતી. તો બીજી બાજુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 52 ટકા નોંધાયું હતું. સાથે સાથે બે દિવસથી તીવ્ર ગતિએ ફૂંકાતા પવન પર પણ આજે બ્રેક લાગી હતી અને આજે માત્ર 2.5 કિમી પવનની ઝડપ નોંધાઇ હતી.



    ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈ બે દિવસ અગાઉ નવી આગાહી કરી હતી. જેમાં આગામી દિવસોમાં ઠંડીમાંથી રાહત મળી શકે તેમ છે. લઘુત્તમ તાપમાન ઊંચકી શકે તેમ છે. જ્યારે તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો વધારો થઇ શકે છે. તેમ જણાવ્યું હતું. જેની અસર વર્તાઈ રહી છે. નોંધનીય છે કે સામાન્ય રીતે ઉત્તરાયણ અને મહાશિવરાત્રી બાદ હાડ થીજવતી ઠંડી વિદાય લેતી હોય છે. ત્યારે હવે મહાશિવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આગામી દિવસોમાં ઠંડીમાંથી રાહત મળે તેવી આગાહી કરાઈ છે.
    First published:

    Tags: Local 18, જામનગર, હવામાન

    विज्ञापन