Home /News /jamnagar /Dwarka: ખંભાળિયાનું ઘી અમૂલ કરતાંય મોંઘુ છે, આ ઘીની આવી છે ખાસિયત

Dwarka: ખંભાળિયાનું ઘી અમૂલ કરતાંય મોંઘુ છે, આ ઘીની આવી છે ખાસિયત

X
ખંભાળિયાનું

ખંભાળિયાનું ઘી ગુણવત્તાની દ્રષ્ટિએ એટલું શ્રેષ્ઠ હોય છે કે લોકો આંખો મીચીને પણ ખ

સુરતની ઘારી હોય કે રાજકોટનાં પેંડા કે પછી દેશનાં કોઇ પણ ખુણામાં બનતી માવાની આઇટમમાં ખંભાળિયાનું ઘી હોય છે. અહીનું શુધ્ધ અને ગુણવત્તાથી ભરપૂર ઘી પ્રખ્યાત છે. હાલ ડેરી ઉદ્યોગ વિકસતા ઘી બનાવવાની ઓછું થયું છે.

Kishor Chudasama, Jamnagar: ઘીની વાત આવે એટલે ગુજરાતભરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાનું નામ મોખરે આવે. ખંભાળિયામાં અનેક પરિવારો ઘીનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખંભાળિયાનું શુધ્ધ અને ગુણવત્તાથી ભરપૂર ઘી અમદાવાદ, રાજકોટ, સહિત મુંબઈ, રાજસ્થાન, દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે. ખંભાળિયાનું ઘી ગુણવત્તાની દ્રષ્ટિએ એટલું શ્રેષ્ઠ હોય છે કે, લોકો આંખો મીચીને પણ ખરીદી શકે.

આ પ્રદેશના પશુઓની તાસીર અને અનુકૂળ વાતાવરણને પગલે ખંભાળિયા-દ્વારકા જેવું ઘી ગુજરાતના અન્ય કોઈ પણ છેડે બનતું નથી. જેથી સુરતની ઘારી, રાજકોટના પેંડા સહિત દેશ વિદેશના માવાઓની પ્રખ્યાત આઈટમોમાં પણ આ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તેની માંગ મોટેપાઈ રહે છે.



પીલાણ થકી નહીં પરંતુ કુદરતી પ્રોસેસ થકી બનતું ખંભાળિયાનું ઘી

ખંભાળિયામાં અન્ય કોઈ મોટી કંપની કે રોજગારના સાધનો ન હોવાથી મોટાભાગના આ પંથકના લોકો ખેતી ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા છે અને જેમાંથી જ તેમની રોજગારી મેળવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.



બીજી તરફ ડેરીઓનું પણ પ્રમાણ અગાઉના સમયમાં ઓછો હોવાથી પશુપાલકો ઘીનું બનાવટથી જ નફો મેળવતા હતા. આ વિસ્તારમાં દૂધના પીલાણ થકી નહીં, પરંતુ કુદરતી પ્રોસેસ થકી ઘી બનતું હોવાથી ગુણવત્તાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આથી જ ઘી એ ખંભાળિયાને વૈશ્વીક નામના આપી છે.



ઘીની અનોખી માંગ પાછળનું આ રહ્યું કારણ

આ પંથકના પશુપાલકો પશુઓને પણ ભૂસો નહીં પરંતુ કપાસિયા અને ખોળનો શુધ્ધ ખોરાક ખવડાવવામાં આવતો હોવાથી દૂધમાં ફેટનું પ્રમાણ વધુ રહે છે અને શ્રેષ્ઠ ઘીનું ઉત્પાદન થાય છે. પીલાણ થકી નહીં પરંતુ દૂધમા છાશનું મેળવણ નાખ્યા બાદ તેમાંથી છાશ બનાવવામાં આવે છે.



ત્યારબાદ આ છાશમાથી માખણ તૈયાર થાય છે. આ માખણને ગરમ કરી અને કુદરતી પ્રોસેસથી ઘીનું નિર્માણ થાય છે. તેના પરિણામે જ ઘી અન્ય પ્રદેશની સરખામણીમાં અલગ તરી આવે છે.આથી ઓરીજનલ ઘીની અનોખી માંગ રહે છે.



ઘીની હાલની સ્થિતિ

ઘીની હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો, ઉનાળાને લઈને ઘીની માંગમાં ઘટ જોવા મળ્યો છે. બીજી તરફ હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ અનેક પંથકમાં ડેરીનું નિર્માણ થયું હોવાથી હવે પશુપાલકો ઘી તૈયાર કરવાની લેન્ધી પ્રોસેસને બદલે દૂધ વેચી અને નફો મેળવી રહ્યા છે. પરિણામે ઘીની અગાઉના સમયમાં આવતી આવક સામે હાલ મોટાપાયે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે.આવક ઘટતા હવે ઘીના ધંધામા ફટકો પડતા ઘીના વ્યવસાય સાથે સંકળાયેલા જુના વેપારીઓ પણ પોતાની પેઢી બંધ કરી અને અન્ય ધંધા તરફ વળ્યાં હોવાની પણ હકીકત જાળવી રહી!
First published:

Tags: Ghee, Jamnagar News, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો