Home /News /jamnagar /Jamnagar: મહિલા પ્રિન્સિપાલે કેમ કર્યું વાળનું દાન, કોલકતા કેમ મોકલવામાં આવશે આ વાળ?
Jamnagar: મહિલા પ્રિન્સિપાલે કેમ કર્યું વાળનું દાન, કોલકતા કેમ મોકલવામાં આવશે આ વાળ?
મહિલા પ્રિન્સિપાલએ દાન કરેલા વાળ જશે કોલકતા
હિના તન્નાએ જણાવ્યું હતું કે હું એક કન્યા વિદ્યાલયમાં ફરજ બજાવતી હોવાથી મહિલાઓ હમેશા કઈક સારું કરવાનો ભાવ રહે છે. આ દરમિયાન કેન્સર પીડિત મહિલાઓની મદદ કરવાનો વિચાર આવ્યો હતો.
Kishor chudasama,Jamnagar: જામનગરમાં લગભગ સૌપ્રથમ વખત કન્યા વિદ્યાલયના મહિલા આચાર્યએ કેન્સરપીડિત મહિલાઓ માટે વાળુનું દાન કરી અન્ય મહિલાઓને પણ અનોખી સેવાનો માર્ગ બતાવ્યો છે. હીનાબેન તન્ના દ્વારા ડોનેટ કરવામાં આવેલા વાળ હવે રાજકોટથી કોલકતા જશે ત્યારબાદ વિગ બનાવવામાં આવશે અને તે વિગનું કેન્સર પીડિતને દાન આપવામાં આવશે. બીજી બાજુ હિનાબેન તન્નાએ પોતાના 12 ઇંચ જેટલા વાળ ડોનેટ કરી કેન્સર પીડિત મહિલાઓને કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડવા હિંમત આપી છે.
રોટરી કલબ ઓફ સેનોરોઝા દ્વારા સેવા કાર્ય
મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેમાં કેન્સરના ઓપરેશન બાદની થેરાપીને કરવામાં આવતી હોય છે, આ થેરાપીને લઈને મહિલાઓમાં વાળ ખરવાનું પ્રમાણ વધતું હોય છે અને સમયજતા વાળ નાબૂદ થાય છે આથી મહિલાઓમાંઆત્મવિશ્વાસ ઘટે છે.
પરિણામે કેન્સર હાવી થઇ જતું હોય છે આથી જામનગર ખાતે આવેલી ગુ.સા.મહેતા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ હિનાબેન તન્નાએ પોતાના એક ફૂટ જેટલા વાળનું રોટરી કલબ ઓફ સેનોરોઝા સંસ્થાને દાન કર્યું છે આ સંસ્થા દ્વારા જામનગરમાં કેન્સર સામે જાગૃતિ અને તેને અટકાવવાના ઉપાયો સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. હવે આ સંસ્થાના કલ્પનાબેન ખંઢેરિયા સહિતના આગેવાનો દ્વારા વાળની વિગ બનાવી દાન આપવામાં આવશે.
હિના તન્નાએ અન્ય મહિલાઓને પણ કર્યો સેવાનો આગ્રહ
હિના તન્નાએ જણાવ્યું હતું કે હું એક કન્યા વિદ્યાલયમાં ફરજ બજાવતી હોવાથી મહિલાઓ હમેશા કઈક સારું કરવાનો ભાવ રહે છે. આ દરમિયાન કેન્સર પીડિત મહિલાઓની મદદ કરવાનો વિચાર આવ્યો હતો. કારણકે સ્ત્રીની સુંદરતા વાળથી હોય છે પરંતુ કેન્સર પીડિત મહિલાના વાળ ખરતા હોય છે આથી મેં મારા વાળ લાંબા કર્યા અને તેમાંથી 12 ઇંચ જેટલા વાળ ડોનેટ કરી દીધા છે. આમ અસર ગ્રસ્તોની પરેશાની પારખી અન્ય મહિલાઓએ પણઆ દિશામાં આગળ આવવુ જોઈએ.તેવુ આહવાન કર્યું હતું.