કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પણ રૂ.21 હજારનું અનુદાન આપી સમૂહલગ્નમાં સહભાગી થયા હતા
આ સમૂહ લગ્નના પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પણ રૂ.21 હજારનું અનુદાન આપી સમૂહલગ્નમાં સહભાગી થયા હતા. જામનગરમાં સમસ્ત દેવીપૂજક સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં કૃષિમંત્રીની ઉપસ્થતિમાં 12 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
કિંજલ કારસરીયા, જામનગર : દેવીપૂજક સમાજ પ્રગતિ ટ્રસ્ટ જામનગર (Jamnagar) દ્વારા મોટી ખાવડી ખાતે સૌપ્રથમ સમૂહ લગ્નોત્સવ (Jamnagar Mass wedding)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે (Raghvji Patel) ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં પાડી રહેલા 12 નવદંપતિને આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે કૃષિમંત્રીએ જણાવ્યું કે શિક્ષણ કોઈપણ સમાજ માટે અતિ મહત્વનું હોય છે. દેવીપૂજક સમાજ પણ શિક્ષણના યજ્ઞમાં સહભાગી થાય અને પોતાનો સર્વાંગી વિકાસ કરે તેવી મંત્રી રાઘવજી પટેલે અભ્યર્થના વ્યક્ત કરી હતી.
સમાજ સંગઠિત બને અને દરેક નાગરિકની ઉન્નતિ થાય તેવું વાતાવરણ આજે દરેક સમાજે ઉભું કરવું પડશે. આ પ્રકારના સમુહલગ્નના આયોજન થકી જોઈ શકાય છે કે, આ સમાજમાં એકતાની ભાવના છે અને સમાજ પ્રગતિના પંથે છે.
સમાજના નિરક્ષર, ગરીબ, છેવાડાના સમાજને મદદરૂપ થવું એ સરકારનો ધ્યેય છે. અતિ ધાર્મિક અને માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા આ સમાજને સરકારે 'દેવીપૂજક'નું ગૌરવભર્યું સંબોધન આપ્યું છે.
આ સમૂહ લગ્નના પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પણ રૂ.21 હજારનું અનુદાન આપી સમૂહલગ્નમાં સહભાગી થયા હતા. જામનગરમાં સમસ્ત દેવીપૂજક સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં કૃષિમંત્રીની ઉપસ્થતિમાં 12 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
મંત્રી રાઘવજી પટેલે અભ્યર્થના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમાજ સંગઠિત બને અને દરેક નાગરિકની ઉન્નતિ થાય તેવું વાતાવરણ આજે દરેક સમાજે ઉભું કરવું પડશે. આ પ્રકારના સમુહલગ્નના આયોજન થકી જોઈ શકાય છે કે આ સમાજમાં એકતાની ભાવના છે અને સમાજ પ્રગતિના પંથે છે. સમાજના નિરક્ષર, ગરીબ, છેવાડાના સમાજને મદદરૂપ થવું એ સરકારનો ધ્યેય છે. અતિ ધાર્મિક અને માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા આ સમાજને સરકારે 'દેવીપૂજક'નું ગૌરવભર્યું સંબોધન આપ્યું છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર