Home /News /jamnagar /Jamnagar News: જામનગરમાં ઉનાળા પહેલાં જ જળસંકટ ઊભું થાય તેવી સ્થિતિ? જાણો ડેમની હાલની સ્થિતિ

Jamnagar News: જામનગરમાં ઉનાળા પહેલાં જ જળસંકટ ઊભું થાય તેવી સ્થિતિ? જાણો ડેમની હાલની સ્થિતિ

ડેમમાં જૂન સુધી ચાલે તેટલું જ પાણી હોવાથી ઉનાળામાં જળસંકટ ઊભું થાય તેવી સંભાવના છે.

Jamnagar News: જામનગર જિલ્લામાં કુલ 22 ડેમો આવેલા છે. આ ડેમોમાંથી કેટલાક ડેમ તો એવા છે જેના હાલ ઉનાળા પહેલાં જ તળિયાઝાટક જેવા થઈ ગયા છે. ડેમમાં પાણીની માત્રા ખૂબ જ ઓછી છે.

    કિંજલ કારસરીયા, જામનગરઃ જિલ્લામાં કુલ 22 ડેમો આવેલા છે. આ ડેમોમાંથી કેટલાક ડેમ તો એવા છે જેના હાલ ઉનાળા પહેલાં જ તળિયાઝાટક જેવા થઈ ગયા છે. ડેમમાં પાણીની માત્રા ખૂબ જ ઓછી છે. જિલ્લાનો ફોફળ-2 ડેમ હાલ માત્ર 8.45 ટકા જ પાણીની માત્રા ધરાવે છે. આ સિવાય જિલ્લાના તમામ ડેમોની વાત કરીએ તો સરેરાશ 41.73 ટકા પાણીનો જથ્થો એટલે કે 292 ઘન મીટર પાણીનો જથ્થો હયાત છે.

    ઉંડ-1 ડેમમાં ચોમાસા સુધીનું જ પાણી


    જામનગર જિલ્લાનો સૌથી મોટો ઉંડ-1 ડેમ 64.37 ટકા ભરાયેલો છે. આ ડેમમાંથી સિંચાઈ-પીવાનું પાણી અને પાણી પુરવઠા બોર્ડ ઉપરાંત મહાનગરપાલિકાને પણ અહીંથી પાણી સપ્લાય કરવામાં આવે છે. હાલ ઉંડ-1 ડેમમાં ચોમાસા સુધી પાણીની વ્યવસ્થા સચવાય તે પ્રકારની સ્થિતિનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ઉનાળા પૂર્વે આજની તારીખે વાત કરીએ તો, જામનગર જિલ્લાના ડેમોની પરિસ્થિતિમાં કુલ 22 ડેમોમાં 292 મિલિયન ઘન મીટર પાણીનો જથ્થો ભરાયેલો છે.

    આ પણ વાંચોઃ ChatGPTને કારણે મુંબઈની યુનિવર્સિટીના પ્રોફેસરે અભ્યાસક્રમ બદલ્યો!

    ઉંડ-2 ડેમમાં જૂન સુધી ચાલે તેટલું પાણી


    ધ્રોલ-જોડિયા પંથકમાં આવેલ ઉંડ-2 ડેમમાં હાલ સિંચાઈ માટે પાણીની સપાટી હયાત નથી. આ ઉપરાંત આજી-4 અને રૂપારેલ ડેમમાં જૂન માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો હયાત છે. જામનગર જિલ્લાને સૌની યોજનાની લિંક એક અને લિંક ત્રણથી કનેક્ટ કરવામાં આવ્યાં છે. જે અંતર્ગત મોટાભાગના ડેમો કનેક્ટિવિટી ધરાવે છે અને તેમાં પાણી પણ સમયાંતરે ભરવામાં આવી રહ્યું છે. જેથી રાજ્ય સરકારની આ યોજના અંતર્ગત જળ સંપતિ વિભાગ દ્વારા ઉનાળા દરમિયાન પાણીની ખેંચ ન થાય તે પ્રકારનું આયોજન કરાઈ રહ્યું છે.


    જામનગરને પાણીની ખેંચ નહીં પડે


    જામનગરની જીવાદોરી સમાન રાજાશાહી વખતના રણજીતસાગર ડેમમાં પણ ચોમાસા બાદ સૌની યોજના મારફતે એક વખત પાણી ભરવામાં આવ્યું હતું. હાલમાં રણજીતસાગર ડેમમાં 65 ટકા ભરેલું છે. એટલે કે રણજીત સાગર ડેમમાં 690 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો હયાત છે. પરંતુ નર્મદાના નીર આવતા હાલ કોઈ આગામી ચોમાસા સુધી પાણીની તંગી ઊભી નહીં થાય. જામનગર જિલ્લાની ઓલ ઓવર વાત કરીએ તો ઉનાળાના પ્રારંભે અત્યારની સ્થિતિ જોતા 22 ડેમો પૈકી સિંચાઈના પાણી માટે કેટલાક વિસ્તારોમાં થોડી ઘટ રહી શકે છે. જોકે સૌની યોજના આવતા જામનગર શહેર અને જિલ્લામાં પીવાના પાણીનો પ્રશ્ન ઊભો થાય તેવી શક્યતા હાલ નહિવત જોવા મળી રહી છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Jamnagar News, Water issue

    विज्ञापन