Home /News /jamnagar /Jamnagar: દરિયાકાંઠાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા કોષ્ટલ ક્લિન અપ ડે અંતર્ગત બીચની સફાઈ કરવામાં આવી

Jamnagar: દરિયાકાંઠાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા કોષ્ટલ ક્લિન અપ ડે અંતર્ગત બીચની સફાઈ કરવામાં આવી

Jamnagar: 'વિશ્વ કોષ્ટલ ક્લિન અપ ડે' શું છે આ ખાસ અભિયાન, ગુજરાત માટે કેમ મહત્વ

જામનગરમાં રોઝી બંદર, દાતા ડાડાની જગ્યા, નાનાનાગના પાછળ, વિભાપર પાછળ, સોલ્ડ સેન્યુરી, બાલાચડી બીચ પર સીમા જાગરણ સંસ્થાનાં વોલેન્ટીયરો તથા જામનગર શહેરની 8 કોલેજ, 11 વિવિધ સંસ્થા મળીને કુલ 650થી વધુ લોકો દ્વારા સફાઈ અભિયાનમાં જોડાયા.

વધુ જુઓ ...
  Sanjay Vaghela, Jamnagar: ભારતને 7500 કિલોમીટર જેટલા વિશાળ અને સૌથી લાંબા અને સુંદર દરિયા કિનારો હોવાનો ગર્વ છે. જો કે પ્લાસ્ટિકના સ્વરૂપમાં વધતો કચરો ખાસ કરીને નદી અને દરિયાઈ પર્યાવરણમાં એક મોટી ચિંતા અને વધતી જતી આંતરરાષ્ટ્રીય સમસ્યા છે. અસંખ્ય અભ્યાસોએ દરિયાઈ જૈવ વિવિધતા, જીવસૃષ્ટિ, માછીમારી, માનવ સ્વાસ્થ્ય અને અર્થ વ્યવસ્થા પર તેની હાનિકારક અસરો દર્શાવી છે. ત્યારે દરિયાકાંઠાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે દર વર્ષે સપ્ટેમ્બરનાં ત્રીજા શનિવારે વિશ્વ કોષ્ટલ ક્લિન અપ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનું જામનગરમાં સીમા જાગરણ મંચ દ્વારા પણ સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સીમા જાગરણ મંચનાં સ્વયંસેવકોએ જામનગરની ભાગોળે આવેલા બાલાચડી બીચ પર સફાઈ કરી પ્લાસ્ટિક મુક્ત સાગરમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

  દર વર્ષે સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ કલીન અપ ડે- વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે. આ વર્ષે ૧૭મી સપ્ટેમ્બર - 2022 ને શનિવારના રોજ ભારત સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્થાનિક સમાજ સાથે મળીને ભારતના તમામ દરિયા કિનારાની સ્વચ્છતા માટે 'સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર” અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગરમાં રોઝી બંદર, દાતા ડાડાની જગ્યા, નાનાનાગના પાછળ, વિભાપર પાછળ, સોલ્ડ સેન્યુરી, બાલાચડી બીચ પર સીમા જાગરણ સંસ્થાનાં વોલેન્ટીયરો તથા જામનગર શહેરની 8 કોલેજ, 11 વિવિધ સંસ્થા મળીને કુલ 650થી વધુ લોકો દ્વારા સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને લોકોને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે માહિતી આપી હતી.

  આપણી પૃથ્વીને નુકસાન પહોંચાડવા માટે અનેક કારણો જવાબદાર છે. જેમાં છેલ્લા દાયકાઓમાં પ્લાસ્ટિક પૃથ્વી માટે પડકાર નહીં બહુ મોટો ખતરો બનીને ઉભર્યું છે. આપણાં દિવસની શરૂઆતથી માંડીને રાત્રે પથારીમાં સુવા જતાં દરમ્યાન ધ્યાનથી જોશો તો ખબર પડશે કે પ્લાસ્ટિક આપણી ક્ષણેક્ષણ પર કબજો જમાવી રાખ્યો છે. બજારમાંથી કોઈ સામાન લાવો કે પછી ટિફિનમાં ભોજન કે બોટલમાં પાણી પ્લાસ્ટિક દરેક જગ્યાએ હાજર છે.

  આ પણ વાંચો: શનિદેવ મહારાજના દર્શન માત્રથી જ થઈ જાય છે ભક્તોના કષ્ટ દૂર; દૂર દૂરથી આવે છે ભક્તો

  એક મિનિટમાં એક ટ્રક પ્લાસ્ટિક દરિયામાં ઠલવાય છે

  પોલિથીન સહિતનાં પ્લાસ્ટિકનો કચરો પશુઓના પેટમાં જવાથી એક લાખ થી વધુ પશુ અને સમુદ્ર જીવ જેવા કે વ્હેલ તથા શાર્ક માછલી અને સમુદ્રી લીલ (શેવાળ) આપણી બેદરકારીના લીધે મૃત્યુ થાય છે. ભારતમાં મુખ્ય મહાનગરો જેવા કે, દિલ્હી, ચેન્નઇ, બેંગલુરૂ, કલકત્તા મહાનગરોમાં એક માત્ર દિલ્હીમાં રોજનો પ્લાસિક કચરો 689.5 ટન રોડ ઉપર આવે છે. પૂરા ભારતમાં રોજનો પ્લાસ્ટિક કચરો 25,940 ટન રોડ ઉપર આવે છે. એક સર્વે મુજબ એક મિનિટમાં એક ટ્રક પ્લાસ્ટિક દરિયામાં ઠલવાય છે.

  વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ આજ પ્રકારે પ્લાસ્ટિકનો ઉપયોગ થશે તો 2040 થી 2050 સુધીમાં સમુદ્રમાં માછલીઓ કરતાં વધુ માત્રામાં પ્લાસ્ટિક દરિયામાં હશે. નાની મોટી માછલીઓને મનુષ્ય ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેથી માછલીઓના પેટમાં પ્લાસ્ટિક હોવાથી માણસ માટે પણ કેન્સરનું જોખમ ઉભવે છે. સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત લોકોને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતાં કે પ્લાસ્ટિકની થેલી (ઝબલા)નો ઉપયોગ બંધ કરી તેની જગ્યાએ કાપડની થેલી અથવા થેલાનો ઉપયોગ કરીશું.
  First published:

  Tags: Arabian Sea, Clean, Clean India, Jamnagar News, Plastic free

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन