Home /News /jamnagar /Gujarat Election: ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, તલાલાનાં ધારાસભ્ય ભગા બારડ ભાજપમાં જોડાયા

Gujarat Election: ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, તલાલાનાં ધારાસભ્ય ભગા બારડ ભાજપમાં જોડાયા

ભગવાનભાઇ બારડે કમલમ પહોંચીને કેસરિયો ધારણ કર્યો છે.

ભગવાન બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે.

    અમદાવાદ: રાજ્યમાં ગુજરાત ચૂંટણી માટે તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરી રહી છે તો બીજી બાજુ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓનાં રાજીનામાની અટકળો ચાલી રહી છે. તે વચ્ચે કોંગ્રેસનાં અન્ય સિનિયર નેતા ભગાભાઇ બારડે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. જે બાદ ભગવાનભાઇ બારડે કમલમ પહોંચીને કેસરિયો ધારણ કર્યો છે.

    ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસનાં તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઇ ગયા છે. ભગવાન બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા.

    મનીષ દોશીના સવાલો


    ભગાભાઇનાં રાજીનામા બાદ કોંગ્રેસનાં પ્રવક્તા ડો. મનીશ દોશીએ અનેક પ્રશ્નો પૂછ્યા હતા કે, કોંગ્રેસનાં કાર્યકર્તા અને શિર્ષ નેતૃત્વ પણ તેમની સાથે ઉભુ હતુ. ભગાભાઇ ખુલાસો કરવો પડશે કે, તેમને તકલીફ શું હતી. કાર્યકરોની મહેનત અને જનતાએ મુકેલા વિશ્વાસ પછી તેઓ કેમ છોડીને જઇ રહ્યા છે તેઓેએ જણાવવું જોઇએ.


    સુખરામ રાઠવાની સ્પષ્ટતા


    ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવા અને ભગવાનભાઇ બારડનાં રાજીનામા બાદ સુખરામ રાઠવાના રાજીનામાની વાત ચર્ચાઇ રહી હતી તેઓ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાઇ તેવી સંભાવના ચર્ચાઇ રહી હતી. આ અંગે ન્યૂઝ18 ગુજરાતીએ સુખરામ રાઠવા સાથે વાત કરીને જ આ અંગે સ્પષ્ટતા કરી છે. રાજીનામાની અટકળો વચ્ચે સુખરામ રાઠવાએ જણાવ્યુ છે કે, સુખરામ રાઠવા કોંગ્રેસમાંથી ના જાય. મોહનસિંહ રાઠવા અમારા વરિષ્ઠ નેતા છે અને મારા સંબંધી પણ છે પરંતુ તે પોતાના અંગત કારણોસર કોંગ્રેસમાંથી ગયા છે. તેઓ અમને માર્ગદર્શન આપતા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, Gujarat Politics, ગુજરાત, ગુજરાત ચૂંટણી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन