Kishor chudasama, Jamnagar: હાલાર તેમજ સૌરાષ્ટ્રના યાત્રિકો ઉનાળુ વેકેશનમાં ફરવા જઇ શકે તેવા શુભ આશયથી વેસ્ટર્ન રેલ્વે દ્વારા 4 એપ્રિલથી ઉનાળુ સ્પેશ્યલ ટ્રેન ઓખા-નાહરલગુન (ઇટાનગર) શરૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેન ઓખાથી દર મંગળવારે 27 જુન સુધી દોડશે અને આ ટ્રેન બન્ને સ્ટેશનો તરફથી આવતા જતા 13-13 ટ્રીપ કરશે. ટ્રેન નં. 9525-26 ઓખા-નાહરલગુન તથા નાહરલગુન-ઓખા આ ટ્રેન ઓખાથી તા. 4 એપ્રિલથી તા. 27 જુન સુધી 13 ટ્રીપ કરશે, આવી જ રીતે ટ્રેન નં. 9526 નાહરલગુનથી દર શિનવારે તા. 8 એપ્રિલથી તા. 1 જુલાઇ દરમ્યાન 13 ટ્રીપો કરશે.
વેસ્ટર્ન રેલવેનો સુવિધાલક્ષી નિર્ણય વધૂમા રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલ આ ખાસ ટ્રેન ઓખાથી રાત્રે 10-30 ક્લાકે ઉપડીને ખંભાળીયા, જામનગર બુધવારે સવારે ૧૨-૨૬ પહોંચીને 12-31 નીકળીને હાપા 12-41 પહોંચને અને ત્યાંથી ૧૨-૪૩ વાગ્યે ઉપડશે. ત્યાંથી રાજકોટ રાવારે 2-06 મિનીટ પહોંચી 2-11 મિનીટ ઉપડશે. ઉપરાંત ગુરુવારે બપોરે ચાર વાગ્યે ઇટાનગર પહોંચશે તે જ રીતે રિટર્ન માં શનિવારે ઇટાનગર સવારે 10 વાગ્યે ઉપડીને મંગળવારે ઓખા સવારે 3 :35 વાગ્યે પહોંચશે.
ટ્રેન કુલ 3364 કિમીનું અંતર કાપશે ઉલ્લેખનીય છે કે આ ટ્રેન મેઇન સ્ટોપમાં ઓખાથી દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા અને રાજકોટ થઈને અમદાવાદ, છાયાપુરી, રતલામ, નાગરા, ઉજ્જૈન, ગુના, શિવપુરી, ગ્વાલિયર, ઇટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, બનારસ વારાણસી, બલિયા, છાપરા, હાજીપુર, ખગરાઈ થઈને ઇટાનગર પહોંચશે. જે કુલ 3364 કિમીનું અંતર કાપશે.