Jamnagar: સેવાભાવી સંસ્થા દ્વારા શરૂ કરાયો સમર કેમ્પ, ગમત સાથે આપવામાં આવી રહ્યું છે જ્ઞાન
Jamnagar: સેવાભાવી સંસ્થા દ્વારા શરૂ કરાયો સમર કેમ્પ, ગમત સાથે આપવામાં આવી રહ્યું છે જ્ઞાન
વેકેશનનો સદુપયોગ કરતાં બાળકો
વેકેશન હોવાથી બાળકો મોબાઈલથી લઇને ઈતર પ્રવૃતિઓ તરફ સમય વેડફી રહ્યા છે. તો કેટલાક બાળકો દિવસ રાત મોબાઈલમાં જ મંડયા રહે છે. જેના લીધે તેમનામાં સમાજ કે પરિવારભાવ આવતો નથી. જેને ધ્યાનમાં લઈને ઘણી સંસ્થાઓ સમર કેમ્પનું આયોજન કરતી હોય છે.
Sanjay Vaghela, Jamnagar: હાલ રાજ્યભર (Gujarat) ની શાળાઓમાં વેકેશન (School Vacation) ચાલી રહ્યું છે. બાળકો (Childrens) હાલ પાટી-પેન અને પુસ્તકોને અભેરાઇએ ચડાવી રજા મૂડમાં છે. છેલ્લા બેથી ત્રણ વર્ષ કોરોના (Covid19) ને કારણે બાળકોના અભ્યાસ પર ખુબ જ માઠી અસર પહોંચી છે. ખાસ કરીને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં પાયાનું જ્ઞાન જોવા મળતું નથી, એવા સમયે હાલ બાળકોના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર વર્તાઈ રહી છે.
જો કે વેકેશન હોવાથી બાળકો મોબાઈલથી લઇને ઈતર પ્રવૃતિઓ તરફ સમય વેડફી રહ્યા છે. તો કેટલાક બાળકો દિવસ રાત મોબાઈલમાં જ મંડયા રહે છે, જેના કારણે તેમનું વ્યક્તિત્વ સંપૂર્ણ ખીલતું નથી અને તે એકલું પડી જાય છે.
તેની આસ પાસ સમાજ કે પરિવારભાવ આવતો નથી. જો કે કેટલીક સંસ્થાઓ એવી પણ છે જે વેકેશનના કિંમતી સમયને બાળકો કેવી રીતે સદુપયોગ કરી શકે છે તેવી તાલીમ આપી રહ્યા છે. જેમ કે બોધીત્સવ ફાઉન્ડેશન (Bodhisattva Foundation) દ્વારા જામનગર (Jamnagar) માં હાલ સમર કેમ્પ (Summer Camp) નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પમાં બાળકોને ડાન્સ, સિંગિંગ, ગણિત અને પર્સનાલિટી ડેવલપમેન્ટ અંગેનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.
બુદ્ધ પૂર્ણિમા ઉજવણી સાથે સમર કેમ્પની શરૂઆત
બોધિસત્વ ફાઉન્ડેશન દ્વારા 49-દિગ્વિજય પ્લોટ, જામનગરમાં આ સમર કેમ્પનું આયોજન 14 મે,બુદ્ધ પૂર્ણિમાના દિવસથી કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પ 15 દિવસ સુધી ચાલશે જેમાં સાત વર્ષથી લઈને 14 વર્ષ સુધીના બાળકો પ્રવેશ લઈ શકે છે.અત્યારસુધીમાં આ સમર કેમ્પમાં 60 જેટલાં બાળકો ભાગ લઇ રહ્યા છે. આ સમર કેમ્પમાં ભાગ લેવા માટે 100 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે.
તેમજ જેમને આ સમર કેમ્પમાં પ્રવેશ મેળવવો હોય તે આ બોધિસત્વ ફાઉન્ડેશન સંસ્થાના સમર કેમ્પ સંચાલક જીતુભાઈ મોબાઈલ નંબર: +919979891947 નો સંપર્ક કરી શકે છે.
જો કે અહીં બાળકોને જેવી રીતે સરળ રીતે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે તે જોઈને વાલીઓ પણ કહે છે કે પૈસા વસુલ છે. કારણ કે અહીં બાળકોને ડાન્સ, સિંગિંગ, ભાષા, સામાજિક વ્યવહાર એટલે કે પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગણિત જેવા વિષયોનું સરળ ભાષામાં જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ સત્ર દરમિયાન બાળકોને અભ્યાસ કરાવવામાં આવતો હોયછે, જયારે વેકેશનમાં બાળકોને આ પ્રકારના સમર કેમ્પથી છુપાયેલી પ્રતિભા બહાર આવી શકે છે. આ સમર કેમ્પમાં ગમતની સાથે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને માતા-પિતા પ્રત્યે લાગણી અને આદર કરવા સહીતના સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર