Kishor Chudasama,Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ ખાતે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજનકરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા માટે કાલાવડ શહેરમાં આવેલ વિવેકાનંદવિદ્યાલય ખાતે વિજ્ઞાન મેળો યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ એકથી એક ચડિયાતા પ્રોજેકટ બનાવ્યા હતા. જોનારા એક કૃતીજોઈ તો અન્ય કૃતિ ભૂલી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
કાલાવડ તાલુકા કક્ષાએ યોજાયેલા વિજ્ઞાન મેળામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પર્યાવરણ, માનવ જીવન, ઇનોવેશનસહિતના એંગલ સાથે 16 જેટલી સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં બાળકોએ દવા વિશે સંશોધન, જ્વાળામુખીનો પ્રોજેકટઅને પર્યાવરણને ઓક્સીઝન વધુને વધુ કઈ રીતે મળે તે વિશે તેમજ ઓછી મહેનતથી ખેતરમાં દવાનો છંટકાવ સહિત અદભુતપ્રોજેકટ બનાવ્યા હતા.
વિજ્ઞાન મેળામાં વિભાગ 3માં વિ. ડિ.ગાર્ડી હાઈસ્કૂલ કાલાવડ તાલુકાના નાની ભગેડી શાળાના ધોરણ 9 ના વિદ્યાર્થીઓએ ભાગલીધો હતો. જે વિભાગમાં આ વિદ્યાર્થીઓએ ત્રીજો નંબર મેળવ્યો હતો. આ કૃતિ તૈયાર કરવા શાળાના આચાર્ય આર.બી. કોડિયતાર અને ડી.બી. પાતરે જહેમત ઊઠાવી હતી.આ દરમિયાન માધ્યમિક બોર્ડના પૂર્વ મેમ્બર હરદેવસિંહ જાડેજા સહિતનાહાજર રહ્યા હતાં.વિજ્ઞાન મેળામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ સહિતની વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરાયા હોવાનુંધનસ્યામ હિરપરાએ જણાવ્યું હતું.