Union
Budget 2023

Highlights

Home /News /jamnagar /Jamnagar: આ યજ્ઞ કરવાથી સારો વરસાદ પડે છે! જાણો શું છે પરજન્ય યજ્ઞ, જુઓ Video

Jamnagar: આ યજ્ઞ કરવાથી સારો વરસાદ પડે છે! જાણો શું છે પરજન્ય યજ્ઞ, જુઓ Video

X
વરસાદના

વરસાદના દેવતાં ઇન્દ્રને મનાવવા માટે ખાસ યજ્ઞ કરવામાં આવ્યો

સંસ્કૃત પાઠશાળામાં ખાસ પરજન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોમાં વરસાદના દેવતાં ઇન્દ્રદેવને મનાવવા માટે આ યજ્ઞ કરવામાં આવે છે. વેદોમાં યજ્ઞનું ખુબ જ મહત્વ રહેલું છે.

  Sanjay Vaghela, Jamnagar: હાલ ચોમાસા (Monsoon in Jamnagar) ની સીઝનની શરૂઆત થઇ ચુકી છે. ગુજરાત (Gujarat) માં દક્ષિણ બાજુ વરસાદ પડી રહ્યો છે, જો કે સૌરાષ્ટ્ર (Saurastra) માં હજું ચોમાસુ બરાબર જામ્યુ નથી, ખાસ કરીને હાલારમાં હજું વરસાદ (Rain) માટે રાહ જોવી પડશે, જો કે ગત વર્ષે મેઘરાજાએ હાલારમાં ભારે હેત વરસાવ્યો હતો, આ વર્ષે પણ એવો જ વરસાદ થાય તે માટે જામનગર (Jamnagar) માં કેવી રોડ પર આવેલી સંસ્કૃત પાઠશાળામાં ખાસ પરજન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોમાં વરસાદના દેવતાં ઇન્દ્રદેવને મનાવવા માટે આ યજ્ઞ કરવામાં આવે છે. વેદોમાં યજ્ઞનું ખુબ જ મહત્વ રહેલું છે. ખાસ કરીને મનુષ્યોના કલ્યાણ અને ભગવાનને ખુશ કરવા માટે શાસ્ત્રોક્ત (Scriptural) વિધિ પ્રમાણે યજ્ઞો કરવામાં આવે છે.

  પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં કાશી વિશ્વનાથ મંદિર સામે સંસ્કૃત પાઠશાળા આવેલી છે. આ પાઠશાળામાં વરસાદના દેવતાં ઇન્દ્રને મનાવવા માટે ખાસ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં 20 જેટલાં બ્રાહ્મણો સવારે 7 વાગ્યાંથી 5 વાગ્યાં સુધી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્લોકનું પઠન કરે છે. તથા આખો દિવસ ઉપવાસ કરે છે. યજ્ઞનો ધૂમાડો આકાશમાં જઈ વાદળ બની જાય છે. વર્ષાના જળ સાથે જ્યારે તે પૃથ્વી પર આવે છે, તો તેનાથી પરિપુષ્ટ અન્ન, ઘાસ તથા વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે. જેના સેવનથી મનુષ્ય તથા પશુ-પક્ષી સૌ પરિપુષ્ટ થાય છે. પર્જન્ય યજ્ઞવરસાદની ઈચ્છા સાથે કરવામાં આવે છે. આ યજ્ઞ આજે પણ કરવામાં આવે છે. આ ઉપરાંત વિષ્ણુ યજ્ઞ, શતચંડી યજ્ઞ, રુદ્ર યજ્ઞ, ગણેશ યજ્ઞ વગેરે કરવામાં આવે છે. આ બધું પરંપરામાં છે.

  યજ્ઞ અને વિજ્ઞાનનો શું સંબંધ છે?

  શાસ્ત્રોમાં યજ્ઞનો ઘણો મહિમા દર્શાવવામાં આવ્યો છે. વેદોમાં પણ યજ્ઞોની સંપૂર્ણ માહિતી છે. શાસ્તરોક્ત પ્રમાણે યજ્ઞથી ભગવાન પ્રસન્ન થાય છે, બ્રહ્માએ મનુષ્યની સાથે એક યજ્ઞની રચના કરી અને મનુષ્યને કહ્યું કે આ યજ્ઞ દ્વારા જ તારી પ્રગતિ થશે. એટલું જ નહીંયજ્ઞ એ મહત્વનું વિજ્ઞાન છે. આમાં જે વૃક્ષોની સમાધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે વિશેષ ગુણો ધરાવે છે.

  એક વિજ્ઞાન પણ છે કે કયા પ્રકારની સામગ્રી કયા ઉપયોગ માટે મૂકવામાં આવે છે. તે પદાર્થોનું મિશ્રણ એક વિશિષ્ટ ગુણધર્મ બનાવે છે જે, જ્યારે બાળવામાં આવે છે, ત્યારે વાતાવરણમાં ચોક્કસ અસર પેદા કરે છે. વેદ મંત્રોના પાઠ કરવાની શક્તિ તે અસરને વધારે છે. તે યજ્ઞમાં ભાગ લેનારા લોકો અને આસપાસના વાતાવરણ પર તેની ઘણી અસર થાય છે. વૈજ્ઞાનિકો હજુ સુધી કૃત્રિમ વરસાદ બનાવવામાં સફળ થયા નથી, પરંતુ યજ્ઞ દ્વારા વરસાદના પ્રયોગો ઘણીવાર સફળ થાય છે. વ્યાપક સુખ, સમૃદ્ધિ, વરસાદ, આરોગ્ય, શાંતિ માટે મોટા યજ્ઞો જરૂરી છે, પરંતુ નાના હવનથી પણ આપણને લાભ થાય છે.

  આ પણ વાંચો: જામનગરમાં નોકરી કરવાની ઉત્તમ તક, રોજગાર કચેરી દ્વારા કરાયું ભરતી મેળાનું આયોજન

  હવન અને યજ્ઞમાં શું તફાવત છે?

  હવન એ યજ્ઞનું ટૂંકું સ્વરૂપ છે. કોઈપણ પૂજા કે જપ પછી અગ્નિમાં આહુતિ આપવાની પ્રક્રિયા હવનના સ્વરૂપમાં પ્રચલિત છે. યજ્ઞ એ ચોક્કસ હેતુ માટે કોઈ ચોક્કસ દેવતાને અર્પણ કરવામાં આવે છે. આમાં દેવતા, અર્પણ, વેદ મંત્ર, ઋત્વિક, દક્ષિણા ફરજિયાત છે. હવન એ હિંદુ ધર્મમાં શુદ્ધિકરણની વિધિ છે. કુંડમાં અગ્નિ દ્વારા દેવતાને હવી અર્પણ કરવાની પ્રક્રિયાને હવન કહે છે. શાસ્ત્રોમાં વરસાદના દેવતાં ઇન્દ્રદેવને મનાવવા માટે આ યજ્ઞ કરવામાં આવે છે. વેદોમાં યજ્ઞનું ખુબ જ મહત્વ રહેલું છે. ખાસ કરીને મનુષ્યોના કલ્યાણ અને ભગવાનને ખુશ કરવા માટે શાસ્તરોક્ત વિધિ પ્રમાણે યગનો કરવામાં આવે છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Jamnagar City, જામનગર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन