Home /News /jamnagar /Jamnagar: જામનગરમાં તૃતીય જાતિના લોકો માટે યોજાયો ખાસ મતદાન જાગૃતિ કાર્યક્રમ

Jamnagar: જામનગરમાં તૃતીય જાતિના લોકો માટે યોજાયો ખાસ મતદાન જાગૃતિ કાર્યક્રમ

લોકોને નશાથી દુર રહેવા માટે પ્રેરીત કરી પ્રતિજ્ઞા લેવડાવવામા આવી

સર્વોદય મહિલા સહકારી મંડળીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના સંયુક્ત પ્રયાસથી ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

    Sanjay Vaghela, Jamnagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે. મતદાન કરવું એ આપણા તમામ દેશવાસીઓની નૈતિક ફરજ છે. જો કે હજું પણ ઘણા લોકો મતદાન પ્રત્યે ગંભીરતા દાખવતા નથી, એક લોકતાંત્રિક દેશના નાગરિક હોવાથી દરેક 18 વર્ષના વ્યક્તિએ મતદાન કરવું જ જોઈએ. મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે વિવિધ અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યા છે. તો સ્થાનિક કક્ષાએ ચૂંટણી કાર્ડમાં સુધારો, મતદાન માટે નામ નોંધવા સહીતની કામગીરી ચાલી રહી છે. જામનગરમાં પણ આવો જ એક કાર્યક્રમ યોજાયો, જેમાં જામનગર ખાતે તૃતીય જાતિના વ્યક્તિ માટેના પ્રમાણપત્ર આપવા તેમજ મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો.

    પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં આવેલી સર્વોદય મહિલા સહકારી મંડળીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના સંયુક્ત પ્રયાસથી ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપક્રમે "તૃતીય જાતિના વ્યક્તિ માટેના પ્રમાણપત્ર આપવા તેમજ મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ” યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા તૃતીય જાતિના નવા 08 વ્યક્તિઓને નવા પ્રમાણપત્ર અને આઈકાર્ડ આપવામા આવેલ. આ સાથે EVM નિર્દેશન તથા ફોર્મ નં. 06 અને 07 અને ફોર્મ નં. 08ની કામગીરી BLO દ્વારા કરવામા આવી હતી. આ કાર્યક્રમમા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રચાર પ્રસાર કરી IEC મટીરીયલનુ વિતરણ કરવામા આવેલ. અને લોકોને નશાથી દુર રહેવા માટે પ્રેરીત કરી પ્રતિજ્ઞા પણ લેવડાવવામા આવી હતી.

    આ પણ વાંચો:  જામનગરમાં યોજાયો ફેશન શો, દોઢ વર્ષના બાળકથી લઇને 71 વર્ષના લોકોએ લીધો ભાગ

    આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કચેરી તરફથી 77 જામનગર વિધાનસભા મતવિસ્તાર અને 78 જામનગર વિધાનસભા મત વિસ્તાર નાયબ મામલતદાર (ચૂંટણી), જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, ચીફ ઓફિસર અને અધિક્ષક ,લીગલ કમ પ્રોબેશન ઓફિસર સંસ્થાના વિવિધ કર્મચારીઓ અને તૃતીય જાતિ સમુદાયમાંથી 50 જેટલા વ્યક્તિઓ હાજર રહ્યા હતા.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Jamnagar News, Jamnagar Samachar, જામનગર, જામનગર સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन