કૃષિ યુનિવર્સીટીદ્વારા ખેડૂતોની સાથે ખેતી સાથે જોડાયેલા એગ્રો ઇનપુટ ડીલરો (AgroInput Dealer) ને પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. જેમાં આ ઇનપુટ ડીલરોને બિયારણ, ખાતર વગેરેની માહિતી આપવામાં આવી રહી છે.
Jamnagar: છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો (Farmer) ની આવક બમણી થાય તે દિશામાં કામ થઇ રહ્યું છે. સરકારે વિવિધયોજનાઓ તૈયાર કરી ખેડૂતો સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહી છે, તો કૃષિ યુનિવર્સીટીદ્વારા ખેડૂતોની સાથે ખેતી સાથે જોડાયેલા એગ્રો ઇનપુટ ડીલરો (AgroInput Dealer) ને પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. જેમાં આ ઇનપુટ ડીલરોને બિયારણ, ખાતર વગેરેની માહિતી આપવામાં આવી રહી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી (Junagadh Agriculture University, website: http://www.jau.in/ ) દ્વારા જામનગર (Jamnagar)ખાતે કૃષિ ઈનપુટ વેચાણ કરનાર વેપારીઓનો બાર અઠવાડિયાનો તાલીમ કાર્યક્રમ શરુ કરવામાં આવેલ. આ એગ્રો ઈનપુટ ડીલરોને તેમને ઉપયોગી રસાયણિક ખાતર, જંતુનાશક દવાના કાર્યક્ષમ ઉપયોગ તથા પાકમાં આવતા રોગ તથા અન્ય ખામીઓના કારણો, તેમજ નિવારણ વિષે ઊંડાણ પૂર્વક સમજ આપતો “ઈનપુટ ડીલર ટ્રેઈનીંગ\" કોર્ષ ગુજરાતમાં પ્રથમ વખત જુનાગઢ કૃષિ યુનિવર્સીટીએ શરૂઆત કરવાની પહેલ કરીને પ્રથમ બેચનો આ કોર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે.
શું છે ઇનપુટ ડીલરો?
આ તાલીમ કાર્યક્રમના અંતે ઉતીર્ણ થયેલ ડીલરોને પ્રમાણપત્ર આપવા અંગેનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જે કે.વી.કે., જામનગર ખાતે જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢના વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો. એચ. એમ. ગાજીપરા સાહેબની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતો. કેવીકે, જામનગરના વડા આ કાર્યક્રમમાં ડો. કે. પી. બારૈયા, સિનિયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ, કેવીકે, જામનગર, ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ તેમજ જામનગર પેસ્ટીસાઇડ ડીલર એશોસિએશનના પ્રમુખ, ભરતભાઈ સંઘાણી, તેમજ અતુલભાઈ રાણીપા, કોર્ષ સંચાલક એ. કે. બારૈયા, ઉપસ્થિત રહ્યા હતા.
141 જેટલા એગ્રો ઈનપુટ ડીલરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા
આ કાર્યક્રમમાં રજવાડી એગ્રી સાયન્સ, અમદાવાદ તરફથી ડીલરોને ઓછા કેમિકલ ઉપયોગ સામે બાયો પ્રોડક્ટ ઉપયોગ કરવા અનુરોધ કરીને ડીલરોને મોમેન્ટો ભેટ આપીને આ કાર્યક્રમને યાદગાર બનાવવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં 141 જેટલા એગ્રો ઈનપુટ ડીલરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા. સહુ એ આ ડીલરોને પોતાના કામગીરી કુનેહ પૂર્વક અને ખેડૂતોની સારી સેવા કરે તેવા આશીર્વચન આપવામાં આવ્યા હતા. સાથે જ ખેડૂતોનો પાક બમણો થાય તે દિશામાં કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં ચોમાસાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, એવામાં અત્યારથી જ ખેતી બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર હોવા અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર