Home /News /jamnagar /

Jamnagar: ટુ-વ્હીલરના નંબરની બહાર પડી નવી સીરીઝ, જાણો કેવી રીતે કરવી અરજી

Jamnagar: ટુ-વ્હીલરના નંબરની બહાર પડી નવી સીરીઝ, જાણો કેવી રીતે કરવી અરજી

જાણો ઇ-ઓકશનની પ્રક્રિયા અને સમય ગાળો

વાહન ખરીદ્યા પછી આ વાહનનો રજીસ્ટ્રેશન નંબર મેળવવાનો રહે છે. આ નંબરને પોતાની પસંદગીનો નંબર મેળવવાનો ઘણા લોકોને શોખ હોય છે. આ શોખ જોઈને રીઝનલ ટ્રાન્સપોર્ટ કચેરી એટલે કે RTO દ્વારા ખાસ હરરાજી કરવામાં આવતી હોય છે.

    સંજય વાઘેલા, જામનગર: આજના ટેક્નોલોજી (Technology) ના યુગમાં વાહનો (Vehicle) ની સંખ્યા કરોડોમાં છે, અને દરરોજ લાખોની સંખ્યામાં નવા વાહનોની ખરીદી થતી હોઈ છે. વાહન ખરીદ્યા પછી આ વાહનનો રજીસ્ટ્રેશન નંબર (Vehicle Registration Number) મેળવવાનો રહે છે. આ નંબરને પોતાની પસંદગીનો નંબર મેળવવાનો ઘણા લોકોને શોખ હોયછે.આ શોખ જોઈને રીઝનલ ટ્રાન્સપોર્ટ કચેરી એટલે કે RTO દ્વારા ખાસ હરરાજી કરવામાં આવતી હોયછે. આ હરરાજીમાં વાહન માલિકને પસંદગીના નંબર મળી જાય અને આરટીઓને લાખો રૂપિયાની કમાણી થઇ જાય છે. ઘણા એવા પણ લોકો હોઈ છે જેઓ વાહન કરતા પસંદગીના નંબર મેળવવાં પાછળ આંખ બંધ કરીને પૈસા ખર્ચે છે. વિવિધ જિલ્લા RTO ટૂ વ્હીલ અને ફોર વ્હીલની નવી નવી સીરીઝ બહાર પાડતી હોઈ છે. આ નવી સીરીઝમાં ખાસ નંબર હોયછે જે માટે હરરાજીનું આયોજન કરવામાં આવતું હોઈ છે, ત્યારે પસંદગીના નંબર મેળવવાં માટે ક્યા અને કેવી રીતે અરજી કરવી તે અંગે આવો વિગતે સમજીએ.

    આથી જામનગર (Jamnagar) જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે ટુ વ્હીલર મોટર સાઇકલ માટેની જીજે -10-DM નવી સીરીજનું પહેલું ઇ-ઓકસન નીચેના સમય ગાળા દરમ્યાન ભાગ લેવા માટે ઈ-ઓકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.સદર ઇ-ઓકશન માં ભાગ લેવા માટેનો સમય ગાળો અને શરતો નીચે મુજબ છે.

    ઇ-ઓકશનની પ્રક્રિયા અને સમય ગાળો

    ઓનલાઈન અરજી નો સમય ગાળો તારીખ 01/06/2022 થી 13/06/2022 છે. ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તારીખ 14/06/2022 થી 15/06/2022 છે. ઇ-ઓકશન નું પરિણામ તારીખ 15/06/2022 રાત્રે 12:00 કલાકે જાહેર કરવામાં આવશે.

    આ પણ વાંચો: Kutch News: એકમાત્ર દરિયાઈ શાકાહારી જીવના કચ્છના અખાતમાં પ્રથમવખત ફોટોગ્રાફીક પુરાવા મળ્યા

    પસંદગીના નંબર મેળવવા માટે શરતો અને પ્રક્રિયા

    વાહન માલિકો સો પ્રથમ WWW.PARIVAHAN,GOV.IN વેબસાઇટપર જઇને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાનું રેહશે.ત્યાર બાદ સદર વેબ સાઇટપર લોગીન કરી ને વાહન ખરીદીના દિવસ-7ની અંદર ઓનલાઈન C N A ફોર્મ ભરવાનું રેહશે. વાહન માલિક ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પર થી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રકિયા પૂણ કરી ને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રેહશે.

    ત્યારબાદ વાહન માલિક પોતાની બીડ ઉપરોક્ત દર્શાવેલ સમય ગાળા દરમિયાન 1000 ના ગુણાકમાં વધારી શકશે. ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારો એ રિફંડ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી જામનગરનો સંપર્ક કરવાનો રેહશે. પસંદગીનાં લાગેલ નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચુક્વણું ઓનલાઈન દિવસ-5 (પાંચ)માં કરવાનું રહેશે.જેમાં નિષ્ફળ ગયે પસંદગીનાં નંબરની ફીનું રિફંડ મળશે નહિ જેની નોંધ લેવી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર