જામનગરમાં આપવામાં આવેલા ઇસ્કોન મંદિરમાં (Iscon Temple) ફોટો ગેલેરી આર્ટ શરૂ કરવામાં આવી છે. આ ફોટો ગેલેરી ઇસ્કોન મંદિરના બીજા હોલમાં તૈયાર કરવામાં આવી છે
Sanjay Vaghela, Jamnagar: સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક જન્માષ્ટમી (Janmashtami 2022)ની ઉજવણી કરવામાં આવી. ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણ (Lord Krishna) જન્મના વધામણાં કર્યા. મનુષ્ય જીવનમાં ખુબ જ ઉપયોગી ભગવત ગીતા આપી છે. ત્યારે જામનગરમાં આવેલા ઇસ્કોન મંદિર (Iscon Temple)માં અનોખી રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગરની ભાગોળે આવેલા ઇસ્કોન મંદિરમાં શહેરીજનો માટે ખાસ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિત્ર પ્રદર્શનમાં ભગવત ગીતાના શ્લોકોનું સરળ શબ્દોમાં અનુવાદ કરવામાં આવ્યું છે. સાથે જ ચિત્રોની મદદથી સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મંદિરના આયોજકો દ્વારા શહેરીજનોને આ ચિત્ર પ્રદર્શનનો લાભ લેવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.
શું છે આ ચિત્ર પ્રદર્શન?
જામનગરમાં આપવામાં આવેલા ઇસ્કોન મંદિરમાં ફોટો ગેલેરી આર્ટ શરૂ કરવામાં આવી છે. આ ફોટો ગેલેરી ઇસ્કોન મંદિરના બીજા હોલમાં તૈયાર કરવામાં આવી છે. આ ફોટો ગેલેરીમાં કુલ 24 ફોટો ગેલેરી છે. ફોટો ગેલેરીમાં ગીતાના શ્લોકોનું અનુવાદ કરવામાં આવ્યું છે. મનુષ્ય જીવનના ઉપયોગી લોકોનું અનુવાદ કરવામાં આવ્યું છે, લોકોના અનુવાદની સાથે જ એક ચિત્ર પણ દોરવામાં આવ્યું છે, આ ચિત્ર જોયા બાદ લોકોને શ્લોકનું મહત્વ સરળતાથી સમજાઈ પણ જાય છે. આ સિવાય તમામ ફોટો ફ્રેમની સાથે એક QR કોડ આપવામાં આવ્યા છે. આ QR કોડ સ્કેન કરવાથી youtube નો એક વિડીયો ખુલશે, આ વીડિયોમાં આપેલા શ્લોકનું મહત્વ સમજાવવામાં આવશે.
ઇસ્કોન મંદિરમાં ખોલવામાં આવેલી આર્ટ ગેલેરીની મુલાકાત લેવાનો સમય સાંજે 5:30 થી 8 વાગ્યાંનો છે. આ સિવાય રવિવારે એક ખાસ મ્યુઝિકલ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવે છે. ભાગવત ગીતાના શ્લોકોનું મહત્વ સમજાવવામાં આવે છે. જામનગરની જનતા તથા તમામ લોકોને આ ગેલેરીની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. મંદિરના સંચાલકો દ્વારા આપ ફોટો ગેલેરી તૈયાર કરવામાં આવી છે જેમાં લાઇટિંગ પણ લગાવવામાં આવી છે.
જો તમારે પણ આ આર્ટ ગેલેરી જોવા મંદિરના સંચાલકનો સંપર્ક નંબર- 09428901896 છે.