Home /News /jamnagar /Jamnagar: ફોર વ્હીલ નવી સીરીઝે RTOની તિજોરી છલકાવી, 0001 નંબર માટે એક વ્યક્તિએ 5,11,000 ખર્ચ કર્યા

Jamnagar: ફોર વ્હીલ નવી સીરીઝે RTOની તિજોરી છલકાવી, 0001 નંબર માટે એક વ્યક્તિએ 5,11,000 ખર્ચ કર્યા

RTOની તિજોરી છલકાવી

જામનગર જિલ્લા માટેના ફોર વ્હીલર વાહન માટે નવી સીરીઝ GJ10 DN બહાર પાડવામાં આવી હતી. જેમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. ત્યારબાદ પસંદગીના નંબર મેળવવાં માટે ઓનલાઇન બિડિંગ કરવામાં આવ્યું હતું

    Sanjay Vaghela, Jamnagar: જામનગર RTO કચેરીને ફોર વ્હીલરની નવી સીરીઝ GJ 10 DN માં પસંદગીના નંબરની હરરાજીમાં લાખો રૂપિયાની આવક થઇ છે. સૌથી વધુ બોલી 0001 નંબર માટે લાગી હતી, જે છેલ્લે 5 લાખ 11 હજાર રૂપિયામાં વેંચાયો હતો. આજના ટેક્નોલોજીના યુગમાં વાહનોની સંખ્યા કરોડોમાં છે, અને દરરોજ લાખોની સંખ્યામાં નવા વાહનોની ખરીદી થતી હોઈ છે. વાહન ખરીદ્યા પછી આ વાહનનો રજીસ્ટ્રેશન નંબર મેળવવાનો રહે છે. આ નંબરને પોતાની પસંદગીનો નંબર મેળવવાંનો ઘણા લોકોને શોખ હોય છે.

    આ શોખ જોઈને રીઝનલ ટ્રાન્સપોર્ટ કચેરી એટલે કે RTO દ્વારા ખાસ નંબરની હરરાજી કરવામાં આવતી હોઈ છે. આ હરરાજીમાં વાહન માલિકને પસંદગીના નંબર મળી જાય અને આરટીઓને લાખો રૂપિયાની કમાણી થઇ જાય છે. ઘણા એવા પણ લોકો હોઈ છે જેઓ વાહન કરતા પસંદગીના નંબર મેળવવાં પાછળ આંખ બંધ કરીને પૈસા ખર્ચે છે.

    જામનગર જિલ્લા માટેના ફોર વ્હીલર વાહન માટે નવી સીરીઝ GJ10 DN બહાર પાડવામાં આવી હતી. જેમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. ત્યારબાદ પસંદગીના નંબર મેળવવાં માટે ઓનલાઇન બિડિંગ કરવામાં આવ્યું હતું. ઓનલાઇન બિડિંગ કર્યા બાદ તેનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ નવી સીરીઝ માટે કુલ 155 લોકોએ પસંદગીના નંબર મેળવવાં માટે અરજી કરી હતી.આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન અને સંપૂર્ણ પારદર્શક રીતે થાય છે. તમામ લોકો આ પ્રક્રિયા www.parivahan.gov.in   પર જોઈ શકે છે.

    0001 નંબર માટે એક વ્યક્તિએ ખર્ચ કર્યા પાંચ લાખ

    રીઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર જામનગર જૈમિન જે. ચૌધરીના જણાવ્યા પ્રમાણે જામનગર RTO દ્વારા ફોર વ્હીલર માટે નવી સિરીઝ GJ10 DN બહાર પાડવામાં આવી હતી. જેમાં સૌથી વધુ બોલી 0001 નંબર માટે લગાવવામાં આવી હતી. આ નંબર 5 લાખ 11000 હજાર રૂપિયામાં વેંચાયો હતો, ત્યારબાદ 1111 નંબર 346000માં વેંચાયો હતો. 00111 નંબર 162000માં વેંચાયો હતો. જ્યાં 0999 નંબર 102000માં વેંચાયો છે. તો 0303 નંબર રૂપિયા 102000માં વેણચંગો છે.

    આ પણ વાંચો: અહીં માત્ર પાંચ રૂપિયામાં મળે છે ભરપેટ ભોજન, દરરોજ 1200 લોકોને જમાડે છે આ સંસ્થા

    પસંદગીના નંબર મેળવવાં માટે શું છે સમગ્ર પ્રક્રિયા?

    પસંદગીના નંબર મેળવવાં ઈચ્છતા લોકોએ સૌ પ્રથમ  www.parivahan.gov.in  વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇડ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-7ની અંદર ઓનલાઇન CNA ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે.

    વાહન માલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમિયાન 1000ના ગુણાંકમાં વધારી શકશે.ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના લાગેલા નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ-5 માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Jamnagar News, Jamnagar Samachar, Rto office, જામનગર, જામનગર સમાચાર

    विज्ञापन
    विज्ञापन