જામનગરમાં યોજાતો આ મણિયારો રાસ જોઇને બે ઘડી મંત્રમુક્ત થઈ જશો! દૂર-દૂરથી લોકો આવે છે આ રાસ જોવા જુઓ વિડિયો
જામનગરમાં યોજાતો આ મણિયારો રાસ જોઇને બે ઘડી મંત્રમુક્ત થઈ જશો! દૂર-દૂરથી લોકો આવે છે આ રાસ જોવા જુઓ વિડિયો
જામનગરનો જોરદાર મણિયારો રાસ જુઓ વીડિયો
Jamnagar News : જામનગરના સેટેલાઇટ પાર્કમાં સ્થિત મહાદેવ મંદિરમાં યોજાતા આ મણિયારો રાસ જોઇને થોડીવાર માટે લોકો મંત્રમુક્ત થઇ જાય છે.આ રાસને વીરરસ પણ કહેવામાં આવે છે
જામનગરઃ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલ નવરાત્રીનો (Jamnagar Navratri 20121) પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. ઠેર ઠેર શેરી ગરબાનું (Sheri Garba) આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં એવા અનેક શેરી ગરબા છે જેનું છેલ્લા 30થી 50 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગરબા એટલા માટે પણ પ્રખ્યાત છે કારણ કે આજે પણ અહીં આપણી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. આવા જ એક ગરબાનું આયોજન આઇ શ્રી સોનલ માતા નવરાત્રિ સમિતિ દ્વારા (AAI Sonal Mata Navratri Samiti Traditional Garba Jamnagar) કરવામાં આવે છે. અહીં બાળાઓ દ્વારા ત્રિશુલ રાસ તથા પુરુષો દ્વારા મણિયારા રાસ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે.
જામનગરના સેટેલાઇટ પાર્કમાં સ્થિત મહાદેવ મંદિરમાં યોજાતા આ મણિયારો રાસ જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે. મણિયારો રાસ જોઇને થોડીવાર માટે લોકો મંત્રમુક્ત થઇ જાય છે. નવરાત્રી દરમિયાન સોસાયટીમાંથી પ્લોટ ધારકો અને રાજકીય પક્ષ તથા વેપારી મિત્ર મંડળ તરફથી દાનની સરવાણી ફૂટે છે અને બાળાઓને લાણી તથા નાસ્તો આપવામાં આવે છે.
આઈ શ્રી સોનલ માતા નવરાત્રિ સમિતિના પ્રમુખ દેવીદાન ગઢવીએ જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી આ પ્રકારના સાંસ્કૃતિ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ખાસ મણિયારો રાસ જોઇને લોકો મંત્રમુક્ત થઇ જાય છે. વાત કરવામાં આવે મણિયારા રાસની તો આ એક વીર રસનો રાસ છે. આ રાસમાં તાલ, તબલા અને ગાયકો ગાતા હોય ત્યારે ભલભલા લોકોના હૈયામાં નવું જોમ ચડી જાય છે. આ મણિયારો રાસ રમવો પણ ખુબ જ મુશ્કેલ હોય છે કારણે તેમાં યુવાનો આ મણીયારા રાસની ચાપકી મારી તેમજ અલગ-અલગ 8 થી 10 સ્ટેપમાં ઢોલના તાલેથી રમતા હોય છે. ખાસ કરીને બેસીને ઉભું થવું પાછુ ઉભું થવું આ રાસની ખાસિયત છે. આ રાસને વીરરસ પણ કહેવામાં આવે છે. આ સાંસ્કૃતિ મણિયારો રાસ જોતાં લોકો એકદમ ઉત્સાહમાં આવી જાઈ છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર