જામનગર: જામનગરમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના જાણીતા કલાકાર જાદુગર રોબર્ટ અને દીપક દવે દ્વારા જાદુ કે રંગ પાર્ટ- 2નું આયોજન કરવામા આવ્યું છે.
જામનગર: જામનગરમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના જાણીતા કલાકાર જાદુગર રોબર્ટ અને દીપક દવે દ્વારા જાદુ કે રંગ પાર્ટ- 2નું આયોજન કરવામા આવ્યું છે, જેમાં બોલીવુડમાં ગુજ્જુ હાસ્યના બેતાજ બાદશાહ ગણાતા ધારશી બેરડીયા ખાસ પોતાની આગવી શૈલીમાં લોકોને પેટ પકડીને હસાવશે.
હોસ્પિટલમાં કસરત વિભાગમાં અતિ મહત્વના ગણાતા આધુનિક IFT AND TENS મશીનરી અપાશે.
આ કાર્યક્રમનો હેતુ સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કસરત વિભાગમાં અતિ મહત્વના ગણાતા આધુનિક IFT AND TENS મશીનરી આપવાનો છે.આગામી તારીખ 28 મે 2022 ના શનિવારે 9:30 કલાકે ટાઉનહોલ ખાતે જાદુ કે રંગ પાર્ટ- 2 યોજાવામાં આવશે . જામનગરમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને જામનગરના મેયર બીનાબેન કોઠારી સહીતના લોકો ઉપસ્થિત રહેશે.
ગુજ્જુ હાસ્યના બેતાજ બાદશાહ ગણાતા ધારશી બેરડીયા ખાસ પોતાની આગવી શૈલીમાં લોકોને પેટ પકડીને હસાવશે.
જામનગરના જાણીતા કલાકાર જાદુગર રોબર્ટ અને દીપક દવે આયોજિત આ કાર્યક્રમમાં બોલીવુડમાં ગુજ્જુ હાસ્યના બેતાજ બાદશાહ ગણાતા ધારશી બેરડીયા ખાસ પોતાની આગવી શૈલીમાં લોકોને પેટ પકડીને હસાવશે. આ ઉપરાંત ટાઉનહોલમાં જાદુના ખેલ પણ જોવા મળશે.જામનગરના જ જાણીતા કલાકાર રોબર્ટ આચાર્ય ઉપરાંત મેજિશિયન પ્રિન્સ વિવેક અને જાદુગર બિરવા પણ પોતાની કળા થી લોકોને ખુશ કરી ભગીરથ કાર્યમાં યોગદાન આપવા અનોખી પહેલ કરશે.
જામનગરના ટાઉનહોલ ખાતે આવતા શનિવારે હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ માટે યોજાનારા જાદુ કે રંગ પાર્ટ -2 કાર્યક્રમ મા લોકો અદમ્ય ઉત્સાહ સાથે જોડાઇ રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી જાદુગર રોબર્ટ આચાર્ય કે જે છેલ્લા 35 વર્ષથી સેવા પ્રવૃત્તિ માટે જાદુના ખેલ કરે છે તે અને દીપક દવે દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર