Home /News /jamnagar /Jamnagar: તંત્રની મહેનત રંગ લાવી, આ જિલ્લામાં ટીબીના નવા દર્દીઓમાં 40 ટકાનો ઘટાડો

Jamnagar: તંત્રની મહેનત રંગ લાવી, આ જિલ્લામાં ટીબીના નવા દર્દીઓમાં 40 ટકાનો ઘટાડો

જામનગર જિલ્લામાં ક્ષયના નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો 

૨૦૧૫ થી વર્ષ ૨૦૨૨ દરમ્યાન ટીબીના નવા કેસોમાં ૪૦ ટકા ઘટતા રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ આપવામાં આવ્યો હતો.

    Kishor chudasama, jamnagar: જામનગર જિલ્લામાં ક્ષયના નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતાં રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ આપવામાં આવ્યો હતો. વારાણસી ખાતે યોજાયેલ વન વર્લ્ડ ટીબી સમિટમાં જામનગર જિલ્લાનો સિલ્વર મેડલ કેટેગરીમાં સમાવેશ કરાયો છે. મહત્વનું છે કે જામનગર જીલ્લામાં વર્ષ 2015 થી વર્ષ 2022 દરમ્યાન ટીબીના નવા કેસોમાં 40 ટકા જેટલો આવકારદાયક ઘટાડો નોંધાયો છે.

    ૧૦૦૩૩ ઘરમાં હાથ ધરાયો હતો સર્વે

    મહત્વનું છે કે તા.26-12-2022 થી 26-01-2023 ના સમયગાળા દરમ્યાન જામનગર જિલ્લાના 20 ગામોમાં કોર્પોરેશન વિસ્તારમાં સબ નેશનલ સર્ટિફીકેટ અંતર્ગત ઘરે ઘરે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 10033 ઘરમાં રહેતા 38423 વ્યક્તિઓનું સર્વે કરવામાં આવ્યું હતું અને 578 સ્પુટમ સેમ્પલ કલેક્શન કરવામાં આવ્યા હતા. તેને આધુનિક જીન એક્ષપર્ટ મોલેક્યુલર ટેસ્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન સેન્ટ્રલ ટીબી ડીવીઝન દ્વારા ધારા ધોરણને પૂર્તતા કરતા હોય અને આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન અને મોનીટરીંગ તાલુકા અને જીલ્લા કક્ષાના અધિકારી અને WHO ના કન્સલ્ટન્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતું.



    2025 સુધીમાં દેશમાંથી રોગ નાબૂદ કરવાની નેમ

    ભારત સરકારે સન 2025 સુધીમાં દેશમાંથી અને વિશ્વ આરોગ્ય સંસ્થા - આરોગ્ય તંત્રોએ 2030 સુધીમાં ધરતીના પટ પરથી આ રોગને નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે. આપણા દેશમાં 1962 માં રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અને 1963 થી સુધારેલો રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સમય તેમજ સારવારના વિજ્ઞાનમાં પ્રગતિની સાથે તેની કાર્ય પદ્ધતિ અને દવાઓમાં સુધારા વધારા સાથે કાર્યક્રમનો અમલ થઈ રહ્યો છે. ક્ષયની તપાસ અને સારવાર તમામ સરકારી દવાખાનાઓમાં વિનામૂલ્યે કરવામાં આવે છે, તેની સાથે રોગીઓ દ્વારા એક પણ દિવસની ચૂક વગર દવાઓનું અને પોષક આહારનું સેવન ખૂબ અગત્યના છે. હવે આ રોગ અસાધ્ય નથી પણ દવાઓમાં અનિયમિતતા આ રોગને વકરાવે છે.
    First published:

    Tags: Local 18, જામનગર