Home /News /jamnagar /Jamnagar: સવા કલાકમાં 15 કિમી સડસડાટ દોડી બતાવે છે સાત વર્ષની આ દીકરી!
Jamnagar: સવા કલાકમાં 15 કિમી સડસડાટ દોડી બતાવે છે સાત વર્ષની આ દીકરી!
સાત વર્ષની દીકરી સડસડાટ 15 કિમી દોડી જાય છે.
પ્રિયાંશીના પિતાના જણાવ્યા અનુસાર પ્રિયાંશીના જાણે સમજણનો સીમાડો હોય તેમ શરીરને ફિટ રાખવા તે બહારના ફાસ્ટ ફૂડ કે ચોકલેટ, બિસ્કિટ સહિત કોઈ પણ વસ્તુ ખાતી નથી.
Kishor chudasama,Jamnagar: જામનગર જિલ્લાના સિક્કા ખાતે રહેતી 7 વર્ષની દીકરીએ જામનગરનું નામ રોશન કર્યુંછે. પ્રિયાંશીબા તુષારસિંહ સોઢાએ અત્યાર સુધીમાં રાષ્ટ્રીય કક્ષાએ દોડમાં ગોલ્ડ મેડલ તો જીત્યા જ છે.સાથે સાથે OMG, ઈન્ડિયા, એશિયા અને ક્લામ્સ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન હાંસલ કરી લીધું છે. માત્ર સાડા ચાર વર્ષની ઉંમરે દોડમાં ગોલ્ડમેડલ વિજેતાઓમાં પોતાનું સ્થાન હાંસલ કરી લીધું હતું. હવે તેણીએ ઓલિમ્પિકમાં ઇન્ડિયા માટે ગોલ્ડ મેડલ લાવવાની ઈચ્છાવ્યક્ત કરી છે.
રાષ્ટ્રીય ફલક પર જામનગરનું નામ ગુંજતું કરનાર પ્રિયાંશીબાના પિતા તુષારસિંહે કહ્યું હતું કે બાળપણમાં જ તેણીને આંચકી આવીગઈ હતી. ત્યારબાદ ફિટનેસ જાળવાઈ રહે અને રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુથી સાડા ત્રણ વર્ષની ઉંમરથી તેને દોડવાનું શરૂકરી દીધું હતું. જેમાં ખાસ વાત એ છે કે આ બાળકી લાંબી દોડ પૂર્ણ કર્યા બાદ પણ એ જ જુસ્સો જાળવી રાખે છે એટલે કે જ્યારેદોડવાનું શરૂ કર્યું હોય ત્યારની જ તાજગી દોડ પૂર્ણ કર્ય બાદ પણ અકબંધ રાખે છે અને આ ફીટનેશને પગલે જ તેને વધુ દોડવાનીપ્રેરણા મળે છે.
4.5 વર્ષની ઉંમરે હાંસલ કર્યો હતો ગોલ્ડ મેડલ
વધુમાં તેણીના પિતાએ જણાવ્યું કે મને પાવર લિફ્ટિંગ અંગે માહિતી હોવાથી હું તેને સતત માર્ગદર્શન આપતો રહું છે. પરંતુ આફિલ્ડમાં તે આટલી સિદ્ધિઓ મેળવશે તેનો સપને પણ ખ્યાલ ન હોવાનું મહત્વનું છે કે 4.5 વર્ષની ઉંમરે તેણીએ રાષ્ટ્રીય કક્ષાનીદોડમાં પ્રથમ નડિયાદ ખાતે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો ત્યારબાદ અમરેલીમાં પાંચ કિલોમીટરની દોડમાં પણ ગોલ્ડ મેડલમેળવી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી હતી. વધુમાં જામનગર ખાતે યોજાયેલી મેરેથોનમાં પણ વિજેતા બની હતી. આ ઉપરાંતઅનેક મેડલ પોતાના નામે કર્યા છે. તેના પિતાએ વધુમાં જણાવ્યું કે અગાઉ તેને પાંચ કિલોમીટરની મંજિલ કાપવામાં 36 મિનિટજેટલો સમય લાગતો હતો.જેની સતત પ્રેક્ટિસના યશ પરિણામ સ્વરૂપે આ સમય એક વર્ષમાં ઘટીને 23.05 મિનિટ થઈ ગયોહતો. છતા પણ પ્રિયાંશીબાએ સંતોષ ન માનતા હાલમાં તે 1 કલાક અને 20 મિનિટ નોન-સ્ટોપમાં 15 કિમી દોડે છે.
શરીરને ફિટ રાખવા પ્રિયાંશીબાની મહેનત
પ્રિયાંશીના પિતાના જણાવ્યા અનુસાર પ્રિયાંશીના જાણે સમજણનો સીમાડો હોય તેમ શરીરને ફિટ રાખવા તે બહારના ફાસ્ટ ફૂડકે ચોકલેટ, બિસ્કિટ સહિત કોઈ પણ વસ્તુ ખાતી નથી અને હાલ દરરોજ કોઈ પણ કાળે નિયમિત દોડવાની પ્રેક્ટિસ કરે છે. એટલું જ નહિ સવારે 5 થી 7 અને સાંજે 5 થી 8 જિમમાં પણ પરસેવો પાડે છે.