શૈક્ષણિક કાર્ય શરૂ થતાં શાળા સંકુલો (School Campus) માં પ્રથમ દિવસથી જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ (Students) ની ચહલ પહલ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. ઉત્સાહ અને આનંદભર્યા માહોલમાં શિક્ષણ કાર્ય (Teaching work) નો પ્રારંભ થયો હતો.
Sanjay Vaghela, Jamnagar: શૈક્ષણિક કાર્ય શરૂ થતાં શાળા સંકુલો (School Campus) માં પ્રથમ દિવસથી જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ (Students) ની ચહલ પહલ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. ઉત્સાહ અને આનંદભર્યા માહોલમાં શિક્ષણ કાર્ય (Teaching work) નો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે થોડો શોર વધુ સાંભળવા મળ્યો હતો, તો સ્કૂલ બહાર ચહલ-પહલ અને ક્લાસરૂમ (Classroom) માં ખીલખીલાટનો અવાજ શરુ થઇ ગયો છે. તો પ્રથમ ધોરણમાં ભણતા બાળકો (Children) ને મુકવા અને લેવા માટે વાલીઓ(Parents) ખુદ હજાર રહ્યા હતા અને પોતાના સંતાનના સારા ભવિષ્ય માટેના પ્રથમ પગથિયામાં સાથે ઉભા પણ રહ્યા હતા જેના કારણે સ્કૂલ બહાર કેટલાક ભાવવિભોર દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
વિદ્યાર્થીઓનું કરાયું અનોખી રીતે સ્વાગત
જામનગર જિલ્લામાં પ્રાથમિક શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓના કુમકુમ તિલકથી સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતાં. તો બાળકોનું સ્વાગત કરવા મેઘરાજાએ પણ મુહર્ત સાચવ્યું હતું. ઝરમર વરસાદ વચ્ચે બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. શાળાઓમાં પ્રથમ દિવસ વિદ્યાર્થીઓ માટે આનંદ ઉલ્લાસભર્યો બની રહ્યો હતો. મોટાભાગની સરકારી શાળાઓમાં આ વર્ષે વહેલાસર પાઠયપુસ્તકો પહોંચી જતા તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
શાળા બાદ કોલેજોમાં પણ રાબેતા મુજબ શિક્ષણકાર્ય શરૂ થઇ ગયું છે. મોટાભાગની કોલેજોએ એડમિશનમાં પ્રથમ મેરીટ લીસ્ટ જાહેર કરી દીધા હતાં. ધો.12 નું ઉંચુ પરિણામ આવતા આર્ટસ, કોમર્સ અને કોમ્પ્યુટરની કોલેજોમાં એડિમેશન મેળવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં એડમિશન મેળવવાં માટે કોલેજ કેમ્પસમાં જોવા મળી રહ્યા છે. આ સિવાય સ્ટેશનરી, યુનિફોર્મની દુકાનોમાં પણ ભીડ જોવા મળી રહી છે.