Home /News /jamnagar /Jamnagar: ખેડૂતોને જીરુએ જલસા કરાવ્યા, સીઝનનો સૌથી ઉંચો ભાવ બોલાયો, તમે પણ જાણી લો
Jamnagar: ખેડૂતોને જીરુએ જલસા કરાવ્યા, સીઝનનો સૌથી ઉંચો ભાવ બોલાયો, તમે પણ જાણી લો
જીરુમાં ભળી ભાવની સુગંધ, યાર્ડમાં બોલાયો સિઝનનો સૌથી ઊંચો ભાવ
હાપા માર્કેટ યાર્ડમાં તમામ જાણસોના ભાવમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. જેને પગલે મગફળીથી માંડી કપાસ સહિતની જાણસો યાર્ડમાં ઠલવાઇ રહી છે. બીજી બાજુ પૂરતા ભાવને લઈને ખેડૂતોની ખુશી પણ આસમાને છે.
Kishor chudasama,Jamnagar : જામનગર ખાતે આવેલ હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરુંના આ સીઝનના સૌથી ઊંચા ભાવનોંધાયા છે. છેલ્લી હરરાજીમાં જીરુંના મણ દીઠ 2100 થી 5900 જેટલા ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો કોઈ પાર નથી. જીરુંમાં પાછતરો વરસાદ અને ઉત્પાદનમાં ગાબડાને લઈ ભાવમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે.
સિઝનનો જીરુંનો સૌથી વધુ ભાવ રૂપિયા 5900
હાપા માર્કેટિંગ યાર્ડમાં આ સિઝનમાં સાડા ત્રણ લાખ મણ જીરું ઠાલવાયું હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે અને અત્યારસુધીનો આ સિઝનનો જીરુંનો સૌથી વધુ ભાવ 5900 મા હરરાજી થઈ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ 1000 થી 2000 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. ગત વર્ષે જુરુના વધુમાં વધુ ભાવ મણદીઠ 3500 થી 4000 બોલાયા હતા. જેની સામે હાલ 6 હજાર સુધીમાં સોદા પડી રહ્યા છે.
જીરુંના ઓછા ઉત્પાદન પાછળ જવાબદાર આ કારણ
હાપા માર્કેટ યાર્ડમાં તમામ જાણસોના ભાવમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. જેને પગલે મગફળીથી માંડી કપાસ સહિતનીજાણસો યાર્ડમાં ઠલવાઇ રહી છે. બીજી બાજુ પૂરતા ભાવને લઈને ખેડૂતોની ખુશી પણ આસમાને છે. જેમાં જીરું એ ખેડૂતોનેરિતસરના ખુશખુશાલ કરી દિધા છે.મહત્વનું છે કે શિયાળાની સિઝનમાં જીરાનો પાક લેવામાં આવે છે પરંતુ ગત સીઝનમાંપછોતરા વરસાદ બાદ કમોસમી વરસાદ અને વાતાવરણમાં ભેજના પગલે જુરૂંના પાકમાં મોટા પાયે ઘટાડો નોંધાયો હતો. જેનેલઈને પાકના ઉત્પાદનમાં ખૂબ જ ફટકો પડયો હતો. જેને પગલે જીરાના ભાવ સારામાં સારા રહે તેવી શકયતાઓ જોવા મળી રહીછે.