Home /News /jamnagar /Jamnagar: સરકારી પોલિટેક્નિક કોલેજના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે અપાઈ ખાસ માહિતી, જુઓ Video

Jamnagar: સરકારી પોલિટેક્નિક કોલેજના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે અપાઈ ખાસ માહિતી, જુઓ Video

ટ્રાફિક

ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

તમામ લોકોને ટ્રાફિક નિયમો વિશે ખ્યાલ હોવો ખુબ જ જરૂરી છે. જામનગર (Jamnagar) માં આવો જ એક સુંદર કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો (Traffic Rules) ની ખાસ જાણકારી આપવામાં આવી હતી.

    Sanjay Vaghela, Jamnagar: દિવસેને દિવસે હવે રસ્તા પર વાહનો (Vehicle)ની સંખ્યા વધી રહી છે. પેટ્રોલ-ડીઝલ (Petrol and diesel)થી લઈને હવે ઇલેકટ્રીક વાહનો આવી ગયાં છે. ત્યારે તમામ લોકોને ટ્રાફિક નિયમો વિશે ખ્યાલ હોવો ખુબ જ જરૂરી છે. જામનગર (Jamnagar) માં આવો જ એક સુંદર કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો (Traffic Rules) ની ખાસ જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ (Students) ને શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. જેથી ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમોનું ચૂસ્તપણે પાલન પણ કરે.

    જામનગરમાં વાલસુરા રોડ પર આવેલી સરકારી પોલિટેક્નિક કોલેજમાં એક ખાસ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ RTO કચેરી જામનગર અને પોલિટેક્નિક જામનગર દ્વારા યોજાયો હતો, જેમાં RTO ના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અને વિદ્યાર્થીઓને પ્રોજેક્ટરની મદદથી વીડિઓ અને ફોટોગ્રાફ દેખાડી ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટ્રાફિકના નિયમો અંગે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને અકસ્માત બાદ થતી સામાજિક અસરો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. તો ભારે વાહનો અને ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના ટ્રાફિક નિયમો અંગે માહિતી આપવામાં આવી હતી.

    જામનગર RTO ના અધિકારીઓ ડી. આર. માણેક દ્વારા પ્રોજેક્ટરની મદદથી વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની જાણકારી આપવામાં આવી હતી. સરકારી પોલિટેક્નિક જામનગર અને RTO કચેરી જામનગર દ્વારા આયોજિત ટ્રાફિક અવેરનેસ આ કાર્યક્રમમાં 300થી વધુ વિદ્યાર્થીઓ, પોલિટેક્નિકના પ્રોફેસર્સ અને અધિકારીઓ હજાર રહ્યા હતા, આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાનો હતો.

    આ પણ વાંચો: જામનગર RTO માં થઇ અધધ આવક, 0002 નંબર માટે એક વ્યક્તિએ હજારો ખર્ચ્યા

    અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં આવેલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં RTO કચેરી દ્વારા ટ્રાફિક નિયમો અંગેની જાગૃતિ લાવવા માટે સમયાંતરે આવા કાર્યક્રમો થતા રહે છે. ખાસ કરીને આ કાર્યક્રમ બીજા એટલે કે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવ્યો હતો, કારણ કે તેઓ અભ્યાસ કરીને હવે વિવિધ શાહેરોમાં નોકરી અર્થે જશે, આથી તેઓ માર્ગ અકસ્માતથી કેવી રીતે બચી શકે તે માટે માહિતીની જરૂર હોઈ છે. ત્યારે આ કાર્યક્રમ થકી તેઓને ખાસ મદદ મળી રહેશે. તથા આગામી દિવસોમાં પણ આવા કાર્યક્રમો થતા રહેશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે શાળા-કોલેજોમાં આ પ્રકારના કાર્યક્રમો થતા રહેવા જોઈએ જેનાથી નાની ઉંમરમાં જ વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવી શકાય છે. ત્યારે અન્ય સ્કૂલ કોલેજ જો ટ્રાફિક જાગૃતિ માટે કોઈ કાર્યક્રમ કરવા ઈચ્છે તો જામનગર RTO કચેરીનો સંપર્ક કરી શકે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन