Home /News /jamnagar /Jamnagar: ડૉ. આંબેડકરની પુણ્યતિથિ, રિવાબાએ પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા

Jamnagar: ડૉ. આંબેડકરની પુણ્યતિથિ, રિવાબાએ પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા

બાબા સાહેબની પુણ્યતિથિ નિમિતે જામનગરમાં પુષ્પાંજલિ અર્પણ કરતા રિવાબા જાડેજા

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર 78 વિધાનસભાબેઠકના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ પણ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અને હાર અર્પણ કર્યા હતા.

  Kishor Chudasama,Jamnagar : દેશના કરોડો વંચિતો અને શોષીતો તેમજ મહિલાઓ સહિત તમામના અધિકારો માટેસંઘર્ષ કરનાર દેશના પ્રથમ કાયદામંત્રી બોધિસ્તવ ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે જામનગરમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર 78 વિધાનસભાબેઠકના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ પણ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અને હાર અર્પણ કર્યા હતા.

  6 ડિસેમ્બર 1956 ના રોજ બાબાસાહેબ આંબેડકરનું અવસાન થયું હતું. જેને દર વર્ષે મહાપરિનિર્વાણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આજે જામનગર મહાનગરપાલિકા પરિસરમાં આવેલા ડો. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાંઆવી હતી.  ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જેમાં 78 બેઠકના ઉમેદવાર રીવાબા જાડેજા અને 79 બેઠકના ઉમેદવાર દિવ્યેશ અકબરી સહિત અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હોદ્દેદારો સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.  પરિનિર્વાણનો અર્થ

  મહત્વનું છે કે ‘મૃત્યુ પછીનું નિર્વાણ’ને પરિનિર્વાણ કહેવામાં આવે છે અને પરિનિર્વાણએ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો-ધ્યેયોમાંથી એક છે. નિર્વાણ પ્રાપ્ત કરનાર વ્યક્તિ જીવનના દુઃખો અને જીવનના ચક્રમાંથી પણ મુક્ત રહે છે. નિર્વાણ માટે વ્યક્તિએ સદાચારી અનેધાર્મિક જીવન જીવવું પડે. વધુમાં બૌદ્ધ ધર્મમાં 80 વર્ષની વયે ભગવાન બુદ્ધના મૃત્યુને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે.  રિવાબા જાડેજા મૂળ રાજકોટના રહેવાસી છે જેમના પિતા મોટા ગજાના ઉદ્યોગપતિ છે. રિવાબા જાડેજાએ મિકેનિકલ એન્જીનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. જોકે હાલ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં યશસ્વી યોગદાન આપી રહ્યા છે. વર્ષ 2016માં રિવાબાના લગ્ન ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે થયા હતા. ચૂંટણીના પરિણામને બે દિવસનું છેટું છે ત્યારે હાલજામનગર 78 વિધાનસભા બેઠક પરથી ભાજપની ટીકીટે રિવાબા જાડેજા ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.
  First published:

  विज्ञापन
  विज्ञापन