Home /News /jamnagar /

Rivaba Jadeja: રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાની સમાજ સેવા, 101 દીકરીઓના ખાતામાં 11-11 હજાર રૂપિયા જમા કરાવ્યાં

Rivaba Jadeja: રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાની સમાજ સેવા, 101 દીકરીઓના ખાતામાં 11-11 હજાર રૂપિયા જમા કરાવ્યાં

જાડેજાની પત્ની રીવાબાએ તેમની પુત્રીના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં 101 પુત્રીઓના પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવ્યા હતા.

રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે 101 સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. આ દરેક ખાતામાં 11 હજાર રૂપિયા પણ જમા કરવામાં આવ્યા હતા.

    ટીમ ઇન્ડિયા (Team India)ના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ 8 જૂન, 2022 (બુધવારે) પોતાની પુત્રીના પાંચમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમની પત્ની રીવાબા (Rivaba jadeja) એ એવું પ્રશંસનીય સમાજ સેવાનું કામ કર્યું કે જેને જોઈને લોકોએ તેમના જોરદાર વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં લોકો રિવાબા અને સર જાડેજાના ભરપેટ વખાણ કરી રહ્યા છે. સાથે જ યૂઝર્સ તેમની દીકરીના જન્મદિવસે કરેલ આ સેવા કાર્યને બિરદાવી રહ્યા છે.

    ખરેખરમાં જાડેજાની પત્ની રીવાબાએ તેમની પુત્રીના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં 101 પુત્રીઓના પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવ્યા હતા. આ દરમિયાનની કેટલીક તસવીરો પણ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ શેર કરવામાં આવી હતી અને તેની માહિતી પણ આપી હતી. જેના વિશે જાણી લોકો તેમના વખાણ કરી રહ્યા છે.



    રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે 101 સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. આ દરેક ખાતામાં 11 હજાર રૂપિયા પણ જમા કરવામાં આવ્યા હતા. આ તમામ 101 સુકન્યા સમૃદ્ધિ ખાતા જામનગરની પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવ્યા હતા. જાડેજાએ પણ આ સમાજ સેવાના કાર્યક્રમની ઘણી તસવીરો ટ્વિટર પર શેર કરી આ માહિતી આપી હતી.



    તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા ભારતીય જનતા પાર્ટી (BJP)ની સક્રિય કાર્યકર છે. તેમણે 2019માં ભાજપનું સભ્યપદ લીધું હતું. રીવાબા અવારનવાર ભાજપ સાથે જોડાયેલા રાજકીય કાર્યક્રમોમાં જોવા મળે છે. ભાજપની સાથે તે સૌરાષ્ટ્રની કરણી ક્ષત્રિય સેનાના પ્રમુખ પણ છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં ખૂબ સક્રિય છે. એક તરફ રીવાબાને પતિ રવિન્દ્ર જાડેજાનો ટેકો મળે છે, જ્યારે તેની બહેનને તેના પિતાનો ટેકો મળે છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cricket News Gujarati, Gujarati news, Jamnagar News, રવિન્દ્ર જાડેજા

    આગામી સમાચાર